Western Times News

Gujarati News

શહેરા પંથકમાં ટીટોડીએ ખુલ્લા ખેતરમાં ચાર ઈંડા મુક્યા

(પ્રતિનિધિ)શહેરા, શહેરા તાલુકાના વાતાવરણમા એકાએક પલટો જાેવા મળી રહ્યો છે.વૈશાખી પવન ફુકાવાને કારણે હાલમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.આગામી જુન મહિનમાં વિધીવત ચોમાસુ બેસી જશે.આ વખતે ટીટોડીંએ ચાર ઈંડા મુકતા ચાર મહિના વરસાદ સારો પડે તેવો વર્તારો ગ્રામીણ વિસ્તારના લોકો દ્વારા કાઢવામા આવી રહ્યો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીના વિદાયના દિવસો નજીક આવી ગયા છે.આકાશ વાદળછાયુ અને પવન ફુકાવાના કારણે વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ કરવામા આવી છે.

શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા ખેડુતો ચોમાસાની ઋતુમાં કેટલા પ્રમાણસર વરસાદ પડશે તેને લઈને ચિંતામાં રહેતા હોય છે.

પણ આ વખતે ખુલ્લા ખેતરમાં ટીંટોડીએ ચાર જેટલા ઈંડા મુક્યા હોવાથી ચાર મહિના સારો વરસાદ પડશે તેવો વર્તારાનુ અનુમાન ધરતીપુત્રો લગાવી રહ્યા છે.ગ્રામીણ વિસ્તારમાં વરસાદને લઈને વર્તારાઓ કરવાની પધ્ધતિઓ અપનાવામા આવે છે,જેમે કે હોળીના તહેવાર સમયે માટીના લાડુ બનાવીને તેને દાટીને તેના ભેજના આધારે વર્તારો કાઢવાની પંરપંરા અપવામા આવે છે.

ત્યારે વરસાદનો વર્તારો અલગ અલગ રીતે પણ કાઢવામા આવે છે. શહેરા તાલુકાના એક ગામમાં ખુલ્લા ખેતરમાં એક ટીટોડીએ ઈંડા જમીન પર મુક્યા છે,પોતાના ઈંડા સાચવવા ટીંટોડી તેની આસપાસ ફરીને તેનુ રક્ષણ કરે છે.ખેડુતોને સારો એવો વરસાદ પડવાની આશા વ્યક્ત કરવામા આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.