જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આપે પ્રયાસો શરૂ કર્યા

શ્રીનગર, આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીએ જમીન પર પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. પાર્ટીએ તેની સદસ્યતા ઝુંબેશ તેજ કરી છે. આપ કાર્યકર્તાઓ ગામડાની શેરીઓથી લઈને જિલ્લા અને રાજ્ય સ્તર સુધી પાર્ટીનો આધાર વધારવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે.
પાર્ટીના કાર્યકરોએ જમ્મુ-કાશ્મીરના હીરાનગરમાં બેઠક યોજી અને આપને મજબૂત કરવા માટે મંથન કર્યું. આમ આદમી પાર્ટીએ હીરાનગરમાં પાર્ટીનો આધાર વધારવાની રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે. પાર્ટીએ સદસ્યતા અભિયાનને તેજ બનાવ્યું છે.
રવિવારે, કાંડી વિસ્તારના સલ્લાન ગામમાં આપના વરિષ્ઠ કાર્યકર કનવ ખજુરિયાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપ પર જમ્મુ-કાશ્મીરમાં વીજળી, પાણી અને બેરોજગારીના મુદ્દા પર જાેરદાર નિશાન સાધ્યું.
બેઠકમાં જિલ્લા વડા હીરાલાલ વર્મા, વિધાનસભા ક્ષેત્રના પ્રભારી પ્રદીપ કુમારે મોહમ્મદ સાદિક, અલ્તાફ ખાન, દિગંત ખજુરિયા, અનિકેત ખજુરિયા, ઋષભ કલસોત્રા સહિત ઘણા લોકોને આમ આદમી પાર્ટીનું સભ્યપદ અપાવ્યું છે.
આ પ્રસંગે કનવ ખજુરીયાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વિસ્તારના લોકો મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે. પંજાબની જેમ અહીં પણ પરિવર્તન જાેઈએ છે. લોકોને આમ આદમી પાર્ટીની નીતિઓ પસંદ છે. સામાન્ય જનતાના સહયોગથી જમ્મુ-કાશ્મીરમાં મજબૂત સરકાર બનશે.HS1