જાતિ આધારિત વસ્તી ગણતરીની માગને લઈને ૨૫મે ના રોજ ભારત બંધ

નવીદિલ્હી, ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરીટી કોમ્યુનિટી એમ્પ્લોઈઝ ફેડરેશન (બીએએમસીઇએફ) એ કેન્દ્ર દ્વારા અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરવાને લઈને બુધવારના રોજ (૨૫ મે) ના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે, બહુજન મુક્તિ પાર્ટી ,સહારનપુર જિલ્લા પ્રમુખ નીરજ ધીમાને આ અંગે માહિતી આપી હતી.
જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ ઉપરાંત, ફેડરેશન ચૂંટણી દરમિયાન ઇવીએમના ઉપયોગ અને ખાનગી ક્ષેત્રોમા એસસી એસટી ઓબીસી માટે અનામતના મુદ્દા સામે પણ વિરોધ કરી રહ્યું છે. બીએએમસીઇએફ ઉપરાંત, ભારત બંધને બહુજન મુક્તિ પાર્ટીનું સમર્થન પણ મળ્યું છે, જેના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડી. પી. સિંહે લોકોને તેને સફળ બનાવવા વિનંતી કરી છે. બહુજન ક્રાંતિ મોરચાના રાષ્ટ્રીય સંયોજક વામન મેશ્રામે પણ ૨૫ મે ના રોજ ભારત બંધને સમર્થન આપ્યું છે.
ભારતીય યુવા મોરચાના રાષ્ટ્રીય કન્વીનર અનુસાર, તેમની માંગણીઓમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે ઃ ચૂંટણીમાં ઈવીએમ નો ઉપયોગ બંધ કરવો,જાતિ આધારિત વસ્તી ગણતરી ખાનગી ક્ષેત્રમાં એસસી એસટી ઓબીસી અનામત ખેડૂતોને એમએસપીની ખાતરી આપતો કાયદો એનઆરસી સીએએ એનપીઆરનો અમલ ન કરવો જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવી ઓડિશા અને મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણીમાં ઓબીસી અનામતમાં અલગ મતદારો પર્યાવરણ સંરક્ષણની આડમાં આદિવાસી લોકોનું વિસ્થાપન નહીં રસીકરણ ફરજિયાત બનાવવું નહીં. કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન કામદારો સામે સિક્રેટ રીતે બનાવવામાં આવેલા શ્રમ કાયદાઓ સામે રક્ષણ આપવું.HS1