કુર્લાની હોટેલમાં પાર્ટનર સાથે આનંદ દરમિયાન ૬૧ વર્ષીય વૃધ્ધનું મોત

કુર્લા, કુર્લામાં હોટેલના રૃમમાં મહિલા પાર્ટનર સાથે જા-તીય આનંદ લેતી વખતે બેભાન થઈ ગયેલા ૬૧ વર્ષીય વૃધ્ધનું મોત નિપજ્યું હતું. પોલીસે શંકાસ્પદ મૃત્યુની નોંધ લઈ વધુ તપાસ આદરી છે. પોલીસ પ્રાથમિક તપાસ દરમિયાન વૃધ્ધના મોતનું કારણ જાણી શકી નહોતી.
પોલીસે જણાવ્યું હતું કે ‘કુર્લા સ્થિત હોટેલમાં ૪૦ વર્ષીય મહિલા સાથે વૃધ્ધ ૧૦ વાગ્યે આવ્યો હતો.તેણે મહિલાની ઓળખ પોતાની પ્રેમીકા તરીકે આપી હતી. રૃમમાં ગયા બાદ થોડીવાર પછી મહિલાએ હોટેલના રિસેપ્શનનો સંપર્ક કર્યો હતો. તેની સાથેની વ્યક્તિ બેભાન થઈ ગયો છે અને હલનચલન કરતો નથી એમ મહિલાએ કહ્યું હતું.
કુર્લા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘હોટેલના કર્મચારીઓએ તરત જ સ્થાનિક પોલીસને બનાવની જાણ કરી હતી. પોલીસ સાયન હોસ્પિટલમાં વૃધ્ધ વ્યક્તિને લઈ ગયા હતા. પણ હોસ્પિટલમાં દાખલ કરવા પહેલાં જ તેમનું મોત થયું હતું.
બાદમાં મહિલાને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. પોલીસે તેની પૂછપરછ કરી હતી. મૃતક વરલીમાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું મહિલાએ કહ્યું હતું. ‘સં-ભોગ દરમિયાન વૃધ્ધે દારૃ પીવાનો પ્રયાસ કર્યો પરંતુ બેભાન થઈ ગયો હતો. એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
પોલીસે પ્રાથમિક માહિતીના આધારે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર)નો કેસ નોંધી વધુ તપાસ શરૃ કરી છે. મૃતકે આનંદ પહેલાં કોઈ ગોળી લીધી હતી કે કેમ એની પણ તપાસ થઈ રહી છે.HS2