મોંઘી ઘડિયાળ સસ્તામાં ખરીદવાના ચક્કરમાં પંતે ૧.૬ કરોડ ગુમાવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/RP.png)
નવી દિલ્હી, આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના સુકાની ઋષભ પંત સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ બાબતમાં હરિયાણાના ક્રિકેટર મૃણાંક સિંહ વિરુદ્ધ ભારતીય વિકેટકીપર પંતે ૧.૬ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.
નોંધનીય છે કે મોંઘી ઘડિયાળો ઓછી કિંમતમાં ખરીદવાના ચક્કરમાં ઋષભ પંતને આ ચૂનો લાગ્યો છે. પાછળથી ખબર પડી કે આરોપી મૃણાંક ઠગ છે. આ જ મહિને મુંબઈ શહેરની આર્થર રોડ જેલમાં તેને કેદ કરવામાં આવ્યો છે. તેને એક વેપારી સાથે છ લાખની છેતરપિંડી કરવાના આરોપસર જેલમાં બંધ કરવામાં આવ્યો છે.
ઋષભ પંત જણાવે છે કે, જાન્યુઆરી ૨૦૨૧માં મૃણાંકે મને અને મારા મેનેજરને કહ્યુ હતું કે તેણે લક્ઝરી ઘડિયાળ, બેગ્સ અને જૂલરી જેવી મોંઘી વસ્તુઓનો બિઝનસ શરુ કર્યો છે.
તેણે મારી આગળ અનેક ક્રિકેટર્સનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ તમામ લોકો તેના ગ્રાહકો છે. તેણે મને ખોટું વચન પણ આપ્યું રે, તે ઓછી કિંમતમાં બ્રાન્ડેડ ઘડિયાળો અપાવશે.
આરોપી મૃણાંકની વાતો પર વિશ્વાસ મૂકીને ઋષભ પંતે ફેબ્રુઆરી ૨૦૨૧માં પોતાની અમુક લક્ઝરી ઘડિયાળો, ઘરેણાં સહિતની મોંઘી વસ્તુઓ તેને સોંપી હતી જેની કુલ કિંમત ૬૫ લાખ ૭૭ હજાર જણાવવામાં આવી રહી છે.
હજી સુધી આ રકમ મૃણાંકે પાછી નથી કરી.આ મહિનાની શરુઆતમાં જુહુ પોલીસ દ્વારા છ લાખ રુપિયાની છેતરપિંડીના આરોપમાં મૃણાંકની ધરપકડ કરી હતી.
ઋષભ પંત આ પ્લેયર પાસેથી ફ્રેન્ક મુલર વૈનગાર્ડ યાચિંગ સીરિઝની એક ઘડિયાળ ખરીદવા માંગતો હતો જેના માટે સવા ૩૬ લાખ રુપિયા આપવામાં આવ્યા હતા. સાથે જ રિચર્ડ મિલની એક ઘડિયાળ માટે સાડા ૬૨ લાખ રુપિયા પણ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી-૨૦ સીરિઝ માટે ઋષભ પંતને તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાનો ઉપસુકાની બનાવવામાં આવ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તે દિલ્હી કેપિટલ્સનો સુકાની હતો. મુંબઈ વિરુદ્ધ મેચ ન જીતી શકવાને કારણે તેમની ટીમ પ્લેઓફમાં સ્થાન નથી મેળવી શકી.ss2kp