દક્ષિણ આફ્રિકાનો પહેલી વાર 3-0થી વ્હાઇટવોશ કર્યો
ભારતીય ટીમ રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને 202 રને હરાવ્યું છે. આ સાથે જ ભારતે દ. આફ્રિકા સામે પહેલી વાર 3-0થી સીરિઝ જીતીને તેમનો વ્હાઇટવોશ કર્યો છે.
ભારતે પ્રથમ દાવમાં 497/9 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં મહેમાન ટીમ 162 અને 132 રનમાં ઓલઆઉટ થઇ હતી. એલ્ગરના કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે બ્રૂઇન બેટિંગ કરવા આવ્યો ડિન એલ્ગર 16 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. એલ્ગરને માથામાં બોલ વાગ્યો હોવાથી આઈસીસીના કન્કશન નિયમ પ્રમાણે બ્રૂઇન તેની જગ્યાએ બેટિંગ કરવા આવ્યો છે.
ક્રિકેટમાં ત્રીજી વાર કન્કશન સબ્સ્ટિટયૂટનો ઉપયોગ થયો છે. અગાઉ માર્કસ લબુચાને સ્ટીવ સ્મિથનો અને વિન્ડીઝનો બ્લેકવુડ ડેરેન બ્રાવોનો સબસ્ટિટ્યૂટ રહ્યો હતો.
ભારત ત્રીજી ટેસ્ટમાં રાંચી ખાતે બીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકા સામે મજબૂત સ્થિતિમાં છે. ભારતે 497/9 દાવ ડિક્લેર કર્યો હતો. રોહિત શર્માએ કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારતાં 212 રન અને અજિંક્ય રહાણે 11મી સદી ફટકારતાં 115 રનની ઇનિંગ્સ રમી હતી.
તે ટેસ્ટ અને વનડે બંનેમાં બેવડી સદી મારનાર વર્લ્ડનો ચોથો પ્લેયર બન્યો છે. તેની પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને ક્રિસ ગેલે આ સિદ્ધિ મેળવી હતી. તે ઉપરાંત અજિંક્ય રહાણેએ પોતાના ટેસ્ટ કરિયરની 11મી સદી મારીને 115 રન કર્યા હતા. રોહિત- રહાણેએ ચોથી વિકેટ માટે 267 રનની ભાગીદારી કરી હતી. તે બંને સિવાય રવિન્દ્ર જાડેજાએ પણ કરિયરની 13મી ફિફટી મારી હતી. તે 51 રને આઉટ થયો હતો. તેમજ 9મા ક્રમે બેટિંગ કરવા આવેલા ઉમેશ યાદવે 10 બોલમાં 5 છગ્ગાની મદદથી 31 રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે જોર્જ લિન્ડેએ 4 વિકેટ લીધી હતી.