એરપોર્ટ પર સામાન માટે રાહ જોઇ રહેલા લોકોની સામે અચાનક આવી ગઇ લાશ

નવી દિલ્હી, સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેના પર કોઇ પણ કોન્ટેન્ટને વાયરલ થતા સમય નથી લાગતો. વીડિયો હોય કે કોઇ તસવીર તરત જ વાયુવેગે વાયરલ થઇ શકે છે.
આવા વીડિયો ઘણી વખત લોકોને ચોંકાવનારા હોય છે. હાલમાં પણ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જાેઇને લોકો ચોંકી ઉઠ્યા છે.
મળતી માહિતી અનુસાર આ વીડિયો લંડન એરપોર્ટ પરનો છે અને ૨૦૧૭ નો છે પરંતુ વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે અને દુનિયાભરના લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. તો હવે તમને અમે જણાવી દઇએ કે આ વીડિયોમાં એવું તો શું છે. Viralhog નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલા આ વીડિયોમાં જાેઇ શકાય છે કે લંડન એરપોર્ટ પર લોકો પોતાના સામાનની રાહ જાેઇ રહ્યા છે તેવામાં જ અચાનક તેમની સામે એક અજીબો ગરીબ સામાન આવી જાય છે જેને જાેઇને કેટલાક લોકો ડરી જાય છે.
આ વસ્તુ બબલ રૈપમાં પેક કરેલા એક મૃતદેહ જેવી લાગી રહી છે એજ કારણ છે કે લોકો તેનાથી ડરી રહ્યા છે. વાયરલહોગ પ્રમાણે, આ વસ્તુ કોઇ લાશ નહીં પરંતુ એક મૂર્તી છે. આ મૂર્તીને એક વ્યક્તિએ સ્કોટલેન્ડથી ખરીદી હતી અને તેને પોતાની સાથે લંડન લઇ જઇ રહ્યો હતો.
પોત પોતાના સામાન માટે રાહ જાેઇ રહેલા લોકો આ પાર્સલને જાેઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ વીડિયો હાલમાં ફરીથી આ યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે જે બાદથી જ વીડિયો ફરી વાયરલ થવાનું શરૂ થઇ ચુક્યુ છે. આ વીડિયોને ૪૨ મિલિયનથી વધુ વાર જાેવામાં આવ્યો છે.SS1MS