દેખરેખ કરતા સિક્યોરિટી ગાર્ડની હત્યા કરી આરોપી ફરાર
રાજકોટ, ગત અઠવાડિયે મોડીરાતે રિક્ષાચાલકની હત્યા બાદ રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે શહેરના પોશ એરિયા સમા અમીન માર્ગ પર ચોરીના ઈરાદે બંગલમાં ઘૂસેલા અજાણ્યા શખ્સોએ સિક્યોરિટી ગાર્ડની હત્યા કરીને ફરાર થઈ ગયા.
બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને સીસીટીવીના આધારે હત્યારાની શોધખોળ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મૃતકની ઓળખ વિષ્ણભાઈ ઘુચરા તરીકે થઈ છે. તેઓ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઈ પ્રવિણ પટેલના બગંલાની દેખરેખ કરતા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને વિષ્ણુભાઈને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો દોડી ગયો હતો અને તપાસ કરતા વિષ્ણુભાઈના ગળા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસ અનુસાર નેપાળી શખસોએ હત્યાને અંજામ આપ્યાનું લાગી રહ્યું છે.
જાે કે, પોલીસ દ્વારા ટીમો બનાવીને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર જે બંગલામા આ હત્યાકાંડ થયો છે તે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઇ પ્રવિણ પટેલનો છે. હાલ પ્રવીણ પટેલ વડોદરા રહે છે અને અહીંયા વિષ્ણુભાઈ કુચરા નામના ૬૦ વર્ષીય વૃદ્ધ તેમના બંગલાની દેખરેખ કરતા હતા.
હત્યાને પગલે માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી ઝોન ૨ તેમજ ડીસીપી ક્રાઇમ અને એસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગત બુધવારે અસામાજિક તત્વોએ રિક્ષાચાલક પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
જાે કે, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થતા ઘટના હત્યામાં પલટાઈ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે રાજકોટમાં વધુ એક હત્યા થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.SS1MS