Western Times News

Gujarati News

અમદાવાદમાં વ્યાપક પ્રમાણમાં ડેન્ગ્યુ, ઝેરી મેલેરીયા, તથા ચિકન ગુનિયાના કેસો

 

હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઈઃ મ્યુનિસિપલ તંત્રની બેપરવાહી-નિષ્ક્રિયતા
સામે લોકોનો વ્યાપક આક્રોશ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : પાછોતરા વરસાદે સમગ્ર રાજ્યમાં મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગોને એમાંય ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. રાજય સરકારનું આરોગ્ય વિભાગ પ્રયાસ કરવા છતાં પણ રોગ વકરતો જાય છે. જામનગરમાં માત્ર ર૧ દિવસમાં જ ૧૧૬૬ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. તથા ડેન્ગ્યુથી ૧પ જેટલા મોત થયા છે. ડેન્ગ્યુના કારણે આજે ધ્રોળમાં ડોક્ટરો રર વર્ષનો યુવાન ડેન્ગ્યુના કારણે મોત નિપજયુ છે. દિવાળીના તહેવારોમાં રોગચાળો વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. તેથી લોકો ભારે ચિંતામાં જણાય છે. લોકોમાં તહેવાર ઉજવવાનો ઉત્સાહ પણ માર્યો ગયો છે.

ડેન્ગ્યુનો કહેર હજુ તો ચાલુ જ છે ત્યાં શહેરમાં મેલેરીયા, ઝેરી મેલેરીયા, તથા ચિકનગુનિયાના દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર નધરોળ બની ગયુ છે. રોગચાળાને ડામવા માટે માત્ર લોકોએ શું કરવું જાઈએ શું ન કરવુ જાઈએ એવી અપીલો કરે છે.

પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન શા નક્કર પગલાં શા ભર્યા? કેમ રોગચાળો કાબુમાં નથી આવતો? તેનો સતાવાળાઓ પાસે કોઈ જવાબ નથજી. ૧૦-૧પ ફરસાણ-મીઠાઈની દુકાનોની ચીજ-વસ્તુઓના નમુનાઓ લઈને લેબોરેટરીમાં ટેસ્ટમાં મોકલ્યા એટલેથી સંતોષ માની રહ્યા છે.

આ નમુનાઓનું પરિણામ આવતા આવતા તો દિવાળી તો પુરી પણ થઈ જશે. પરંતુ ત્યારબાદ છ મહિના જતા રહેશે.

આરોગ્ય વિભાગ તરફથી પાડવામાં આવતા આ દરોડાનો મુખ્ય હેતુ લોકો બીનઆરોગ્યપ્રદ મીઠાઈ ન ખાય જેથી આરોગ્યને નુકશાન થાય પણ હેતુ સચવાતો નથી. નમુનાઓ પરિણામ એજ દિવસે આવી જાય તો જરૂર આરોગ્ય વિભાગનું કાર્ય પ્રશંસનીય બને.

ડેન્ગ્યુનો કહેર ચાલુ છે ત્યાં મેલેરિયા તથા ચિકનગુનિયાના કેસો શરૂ થયા છે. મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે. દવા છંટાતી નથી. અને જા દવા છંટાતી હશે તો તે દવા મચ્છરોને મારી શકતી નથી. ટૂંકમાં હલકી ગુણવતાવાળી દવા કોઈ અસર કરતી નથી અને લાખ્ખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે એવું ઠેર ઠેર ચર્ચાઈ રહ્યુ છે.ચિકન ગુનિયા તથા ઝાડાઉલ્ટીના કેસો પણ વધી રહ્યાની માહિતી પ્રાપ્ત થઈ છે.

અમદાવાદમાં રોગચાળો વકરવા માંડ્યો છે. સરકારી સિવિલ હોસ્પીટલ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલોમાં પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.  સુરત, વડોદરામાં પણ રોગચાળાએ માથું ઉંચક્યુ છે. સુરતની સિવિલ હોસ્પીટલમાં ખુદ ડેપ્યુટી મેયર ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા છે. દાહોદ જીલ્લામાં કુલ રર૪ કેસો તથા માત્ર દાહોદમાં જ ૧૭ર જેટલા ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.

શહેરમાં પાછોતરા વરસાદને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. સફાઈ બરોબાર થતી ન હોવાથી સરકારી હોસ્પીટલમાં પણ ગંદકી હોય છે. આ પરિસ્થિતિમાં છેલ્લા ર૧ દિવસમાંથી શહેરમાં ડેન્ગ્યુના પ૪૬ તથા સાદા મેલેરિયાના ર૯૪ કેસો ઉપરાંત ઝેરી મેલેરીયાના તથા ચિકનગુનિયાના કેસો જુદા હોવાનુ જાણવા મળે છે. લોકોની ફરીયાદો છે કે મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી, નિષ્ક્રીયતા તથા ઉપરી અધિકારીઓને અપાતા ખોટા અહેવાલોને કારણે જ રોગચાળો વકરતો જાય છે. તંત્ર જા હજુ ઘોર નિંદ્રામાં હશે તો રોગચાળાના ભરડાથી દિવાળીના તહેવારોમાં લોકો કેવી રીતે બચશે એ ચિંતાનો વિષય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.