જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગની પૂજાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર
નવી દિલ્હી,જ્ઞાનવાપી કેસમાં કથિત શિવલિંગની પૂજા કરવાની મંજૂરી માગનારી અરજી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આજે વારાણસીના સિવિલ કોર્ટમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. હવે આ બાબત પર ૩૦મે ના રોજ સુનાવણી કરવામાં આવશે. ફાસ્ટ ટ્રેક કોર્ટ કેસમાં મહેન્દ્ર પાંડેને સાંભળશે.
વારાણસી જીલ્લા કોર્ટમાં ચાલી રહેલા જ્ઞાનવાપીનો કેસ બીજાે છે, જેના પર ૨૬ મે ના રોજ સુનાવણી થશે. સીવિલ જજ સીનિયર ડિવિઝન રવિ કુમારની અદાલતમાં આ અલગ કેસને લઇને મંગળવારે અરજી દાખલ કરવામાં આવી હતી, આ અરજી વૈશ્વિક વૈદિક સનાતન સંઘની આંતરરાષ્ટ્રીય મહામંત્રી કિરણ સિંહ તરફથી દાખલ કરવામાં આવી હતી.
આ અરજીમાં જ્ઞાનવાપી પરિસરમાં હિંદુ પક્ષને આપવા અને જ્ઞાનવાપીમાં તાત્કાલિક પ્રભાવથી પૂજા પાઠ, રાગ ભોગ દર્શનની માંગ કરવામાં આવી હતી.અરજીમાં કઇ માગ ઉઠાવવામા આવી? જ્ઞાનવાપી પરિસરમાં મુસલમાનોની એન્ટ્રી પર રોક, જ્ઞાનવાપી પરિસર પૂરી રીતે હિન્દુઓને સોંપવામાં આવે, ભગવાન વિશ્વેશ્વર શિવલિંગની પૂજા કરવાની મંજૂરી, મસ્જીદના ગૂંબજને પાડી દેવામાં આવે.SS2KP