દાઉદ પાકિસ્તાનથી પોતાના પરિવારને રુપિયા મોકલાવે છે
મુંબઈ,દાઉદ પાકિસ્તાનના કરાચીમાં સહી-સલામત છે, એટલું જ નહીં તે મુંબઈમાં રહેતા પોતાના ભાઈઓને દર મહિને દસ લાખ રુપિયા જેટલી રકમ પણ મોકલી રહ્યો છે.આ વાત બીજા કોઈ નહીં પરંતુ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક સામેના મની લોન્ડ્રિંગના કેસમાં એક સાક્ષીએ ઈડીને જણાવી છે.
સાક્ષીને આ વાત દાઉદના નાના ભાઈ ઈકબાલ કાસકરે જણાવી હતી તેવો તેનો દાવો છે. દાઉદ પાકિસ્તાનથી પોતાના ખાસ માણસો દ્વારા રુપિયા મુંબઈ મોકલાવે છે. ઈકલાબને પણ આ રીતે ઘણીવાર પૈસા મળેલા છે.
કેસના સાક્ષી ખાલિદ ઉસ્માન શેખનો ભાઈ ઈકબાલ કાસકરનો બાળપણનો મિત્ર હતો. જાેકે, તેનું એક ગેંગવોરમાં મોત થયું હતું. તે દાઉદની બહેન હસીના પારકરના ડ્રાઈવર કમ બોડીગાર્ડ સલીમ પેટલથી પણ પરિચિત હતો.
ખાલિદે ઈડીને જણાવ્યું હતું કે એકવાર સલીમ પટેલે તેને કહ્યું હતું કે તે હસીના સાથે મળીને દાઉદના નામે ખંડણી ઉઘરાવતા હતા તેમજ પ્રોપર્ટી પર પણ કબજાે જમાવતા હતા. ઈડીને શક છે કે સલીમ પટેલ અને હસીનાએ કુર્લા વિસ્તારમાં આવેલા ગોવાવાલા કમ્પાઉન્ડ પર કબજાે જમાવ્યો હતો અને ત્યારબાદ તેને મલિકના પરિવારને વેચી દીધું હતું.
આ પહેલા પણ ઘણા સાક્ષી દાઉદ પાકિસ્તાનમાં હોવાનું કહી ચૂક્યા છે. જેમાં દાઉદના ભાઈ, હસીના પારકરના દીકરા અલિશાહનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે દાઉદ પાકિસ્તાનમાં રહે છે, તેની પત્નીનું નામ મહેજીબ છે તેમજ તેને પાંચ સંતાનો છે, જેમાં ચાર દીકરી અને એક દીકરો છે. દાઉદની ચારેય દીકરીઓ પરણી ચૂકી છે, તેના દીકરાનું નામ મોઈન છે અને તેના પણ લગ્ન થઈ ગયા છે.
દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની પણ પોલીસે ખંડણી તેમજ મની લોન્ડ્રિંગના કેસમાં ધરપકડ કરી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેનો ત્રીજાે ભાઈ તેમજ ૧૯૯૩ બ્લાસ્ટનો આરોપી અનીસ પણ પાકિસ્તાનમાં જ રહે છે.
હસીના પારકરના દીકરા અલીશાહે ઈડીને એમ પણ જણાવ્યું હતું કે તેને પરિવારજનો પાસેથી એવી માહિતી પણ મળી હતી કે દાઉદ કરાચીમાં રહે છે. ઈદ, દિવાળી તેમજ કેટલાક પ્રસંગો પર દાઉદની પત્ની મહેજીબ મુંબઈમાં રહેતા પોતાના સંબંધીઓ સાથે વાત કરતી હોવાનું પણ તેણે કહ્યું હતું.SS2KP