કાર્તિ ચિદમબરમ સામે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
નવી દિલ્હી,ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે ચીની નાગરિકોના ભારતીય વીઝા ઈશ્યુ કર્યા હતા. આ મામલે સીબીઆઈ બાદ હવે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.
આ પહેલા સોમવારે ચીનના નાગરીકોને વિઝા અપાવવાના કેસમાં આરોપી પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાસ્કર રમણના રિમાન્ડની મુદત કોર્ટે વધુ ૩ દિવસ લંબાવી હતી. તપાસ એજન્સીએ મંગળવારે પૂછપરછ કર્યા બાદ ભાસ્કર રમનની ધરપકડ કરી હતી.
કાર્તિ ચિદમ્બરમની ૨૬મેના રોજ સીબીઆઈ પૂછપરછ કરી શકે છે. આ પૂછપરછ દિલ્હીમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ હેડક્વાર્ટરમાં કરવામાં આવશે.
પંજાબમાં વીજળી કંપનીમાં કામ કરતા ૨૫૦ ચીની નાગરિકોને ગૃહ મંત્રાલય દ્વારા વિઝા આપવામાં આવ્યા હતા. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે.
આ મામલો ૨૦૧૧નો છે. ચીનના નાગરિકોને એક મહિનામાં વિઝા આપવામાં આવ્યા હતા જે નિર્ધારિત મર્યાદા કરતા વધુ હતા. સીબીઆઈનો આરોપ છે કે, પી ચિદમ્બરમ તે સમયે કેન્દ્રીય મંત્રી હતા અને કાર્તિ ચિદમ્બરમની મદદથી આ વિઝા આપવામાં આવ્યા હતા. આ મામલે ઈડીએ કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.SS2KP