અમદાવાદમાં ૧ જુલાઈથી પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમની અમલવારી શરૂ
અમદાવાદ, કેન્દ્ર સરકારના સર્ક્યુલર બાદ હવે અમદાવાદ મનપા દ્વારા પણ ૧ જુલાઈ ૨૦૨૨થી ઉત્પાદકો, આયાતકારો, જથ્થાબંધના વેપારીઓ, વેચાણકારો અને ઉપયોગકર્તાઓ માટે પ્લાસ્ટિક આવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ અંગે ર્નિણય કરાયો છે.
જેમાં ઈયરબડના પ્લાસ્ટિક, સ્ટીક, બલુન સ્ટીક, પ્લાસ્ટિક ઝંડા, કેન્ડી સ્ટિક, આઇસક્રીમની ચમચી, થર્મોકોલનું ડેકોરેશન, પ્લેટ-કપ, કલાસ, સ્ટ્રો, ટ્રે, બોક્સ પર લગાવવાની ટેપ, સિગરેટના પેકેટ ઉપરનું પ્લાસ્ટીક તેમજ ૧૦૦ માઇક્રોન કરતા પાતળા પીવીસી બેનર સહિતનો સમાવેશ થાય છે.
બીજી તરફ સપ્લાયર પ્રેક્ટિકલી શક્ય ન હોવાની રાવ ઉઠી છે. પેપર કપ વાયેબલ નથી. વુડન સ્પૂન માત્ર ચાઇનાથી આવે છે. લિકવિડ અને ડેઝર્ટ ખાવામાં વુડન સ્પૂનથી સમસ્યા થવાની શક્યતા રહે છે. થર્મોકોલની અવેજીમાં બગાસની પ્રોડક્ટ વાપરી શકાય છે પણ બગાસની પ્રોડક્ટ થર્મોકોલથી મોંઘી આવે છે. બીજી તરફ માલ પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાનું જાણાવી રહ્યા છે.
અમદાવાદ મનપા કમિશનરના ગઈકાલના સર્ક્યુલર બાદ આજથી કામગીરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભારત સરકારના પરિપત્ર મુજબ ૧ જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક, ૧૨૧ માઇક્રોનથી ઓછી માઇક્રોનની પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે.
જેના ભાગરૂપે આજથી અમદાવાદ મનપાની ટીમ લોકોને નવા નિયમોની જાણ કરી રહી છે. આ ઉપરાંત ચેકિંગ દરમિયાન જ્યાં હાલના નિયમ મુજબ ૭૧ માઇક્રોનથી ઓછા માઇક્રોન વાળી પ્લાસ્ટિકની થેલીઓની ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું હતું.
ચેકિંગમાં કેટલીક દુકાનોમાં ૭૧ માઇક્રોનથી ઓછા માઇક્રોનની થેલીઓ પકડાઈ હતી. અમુક દુકાનોમાં પેપર બેગ પણ મળી આવી હતી. જેંને પગલે મનપાની ટીમ દ્વારા આવા દુકાનદારો- સંચાલકો સામે દંડ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.આમ મનપા ટીમોનું શહેરના અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન અનેક વેપારીઓ ઝપટે ચડયા હતા.
નોંધનીય છે કે અગાઉ ૪૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક થેલી પર પ્રતિબંધ હતો. બાદમાં ૭૫ માઇક્રોનથી પાતળી થેલી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અને હવે સરકારના પરિપત્ર બાદ હવે ૩૧ મી ડીસેમ્બર ૨૦૨૨ બાદ શહેરમાં ૧૨૧ માઇક્રોનથી પાતળી કેરી બેગ પર પ્રતિબંધ લાદવામાં આવશે.
આ સિવાય કેટલાક પ્લાસ્ટિક પર પહેલી જુલાઈથી પ્રતિબંધની અમલવારી શરૂ કરવામાં આવશે.મહત્વનું છે કે ખાણીપીણી માર્કેટ, શાકભાજી માર્કેટ સહિત અનેક વિસ્તારમાં આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ થઈ રહ્યો છે.
મોટા શહેરોની હદ બહાર ઉત્પાદિત થતા આવા પ્લાસ્ટિકનું શહેરમાં અલગ-અલગ વાહનો મારફતે પરિવહન કરી ગેરકાયદે વેચાણ થતું હોય છે ત્યારે વપરાશકર્તા પર કડકાઈ આવકારદાયક છે પરંતુ તંત્ર દ્વારા ઉત્પાદકો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.SS3MS