ઘરકંકાસમાં માતાએ ૯ માસની પુત્રીની હત્યા કરી પોતે આપઘાત કર્યો
સુરેન્દ્રનગર, જિલ્લામાંથી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જિલ્લાના થાનના નવાગામ વિસ્તારમાં રહેતી માતાએ પહેલા પોતાની ૯ મહિનાની દીકરીની હત્યા કરી હતી. આ દરમિયાન પરિવારના લોકો બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.
ત્યારે માતાએ પણ પોતે ઘરમાં આપઘાત કરી લીધો હતો. માતાએ જ સગી પુત્રીની હત્યા કરી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં આવેલા નવાગામમાં હત્યા અને આપઘાતની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધુ છે. માતાએ પહેલાં પોતાની નવ માસની દીકરીની હત્યા કરી હતી. જે બાદ પરિવારના લોકો બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
આ દરમિયાન માતાએ પણ ઘરમાં આપઘાત કરી લીધો હતો. ત્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક અને આરોપી ભાવુબેન રાજેશભાઈ ડાભી પોતાના સાસુ-સસરા, પતિ તથા દીકરી સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. પોતાના સાસુ-સસરા અને ભાઈઓથી અલગ રહેવા માટે તેઓ પતિને વારંવાર સમજાવતા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, લગ્ન જીવન બાદ અલગ રહેવાના મામલે ઘરકંકાસ ચાલી રહ્યો હતો. જાે કે, પતિ ભાવુબેનની અલગ રહેવાની વાતથી સહમત નહોતો. જેના કારણે વિવાદ વકરી રહ્યો હતો. પતિએ ભાવુબેનની અલગ રહેવાની જીદ નકારી હતી. જે બાદ ભાવુબેનને મનમાં લાગી આવ્યું હતું. આ દરમિયાન જ્યારે પતિ દૂધ ભરાવા માટે ગયા ત્યારે ભાવુબેને આ ચકચારી ઘટનાને અંજામ આપ્યો હતો.
તેઓએ પહેલાં નવ માસની દીકરીની હત્યા કરી હતી. આ વાતની જાણ થતાં જ પરિવારના લોકો બાળકીને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. બસ, આ દરમિયાન જ ભાવુબેને પોતે પણ આપઘાત કરી લીધો હતો. પરિવારમાં બે બે લોકોના જીવ જતાં શોકનો માહોલ છવાયો હતો.
બીજી તરફ, ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે પરિવાર અને આસપાસના લોકોનાં નિવેદનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. સાથે જ પોલીસે માતા અને બાળકીનો મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
હાલ તો પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, ઘરકંકાસના કારણે માતાએ પહેલાં બાળકીની હત્યા કરી અને પછી પોતે પણ આપઘાત કરી લીધો હતો. જાે કે, પોલીસની વધુ તપાસમાં સમગ્ર હકિકત સામે આવશે.SS3MS