Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ૨૭ અને ૨૯ મે ના રોજ વાહનોની અવરજવર પર પ્રતિબંધ

તા.૨૭ અને ૨૯ મે ૨૦૨૨ ના રોજનરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, મોટેરા, સાબરમતી, અમદાવાદ ખાતેઆઇ.પી.એલ ની ક્રિકેટ મેચો રમાનાર છે.આ મેચો જોવા માટે મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં વાહનો સાથે દર્શકો, ખેલાડીઓઆવતા હોય છે. જેને જોવા માટે પણ મોટીભીડ એકઠી થતી હોય છે.

જેથી વાહનોની અવરજવર અને ટ્રાફિકની સરળતા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કેટલાક સ રસ્તાઓ પર અવરજવર માટેવૈકલ્પિક માર્ગ અને પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા છે.

જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

વૈકલ્પિક માર્ગતરીકે તપોવન સર્કલથી વિસત ટી થી ઓ.એન.જી.સી ચાર રસ્તાથીજનપથ ટી થઇ પાવર હાઇસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતાં માર્ગ પરથી અવરજવર કરી શકાશે. ઉપરાંતકૃપા રેસીડન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

આ જાહેરનામું ક્રિકેટૅ મેચ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો, આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવરજવર કરનાર તથા આ વિસ્તારોમો વસવાટ કરતા રહીશોને લાગુ પડશે નહિ.

આ જાહેરનામાની અમલવારી તા.૨૭/૦૫/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫.૦૦તા.૨૮/૦૫/૨૦૨૨ ના રાત્રિ કલાક ૦૦.૦૦થી ૦૨.૦૦ સુધી તથા તા.૨૯/૦૫/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫.૦૦ તા.૩૦/૦૫/૨૦૨૨ ના રાત્રિ કલાક ૦૦.૦૦થી ૦૨.૦૦ સુધીઅમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ની કલમ – ૧૮૮ હેઠળ શિક્ષા પાત્ર ઠરશે એમ પોલીસ કમિશ્‍નર, અમદાવાદ શહેરના જાહેરનામામાં જણાવાયું છે.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા.૨૭ અને ૨૯ મે ના રોજ વાહનોના પાર્કિંગ માટે જાહેરનામુ

તા.૨૭ અને ૨૯ મે ૨૦૨૨ ના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, મોટેરા, સાબરમતી, અમદાવાદ ખાતે આઇ.પી.એલ ની ક્રિકેટ મેચો રમાનાર છે.આ મેચો જોવા માટે મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં વાહનો સાથે દર્શકો, ખેલાડીઓઆવતા હોય છે. જેને જોવા માટે પણ મોટીભીડ એકઠી થતી હોય છે.

જેથી વાહનોના સલામત પાર્કિંગ થઈ શકે તે માટે ૩૧ જેટલા પાર્કિંગ પ્લોટ નિયત કરવામાં આવ્યા છે.જેના માટે show my parking પર ફરજિયાત વાહનોનુ એડવાન્સ બુકિંગ કરાવવાનૂ રહેશે. તથા http://tinyurl.com/smpandroid and http://tinyurl.com/smpios પર વધુ વિગતો જાનવા મળશે તેમ સંયુકત પોલીસ કમિશનર, ટ્રાફિક અમદાવાદ શહેરની એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.