ર૧ જૂનથી ધામિર્ક યાત્રા માટે ખાસ ટ્રેનઃ ભાડુ રૂા.૬ર૩૭૦
(એજન્સી)નવીદિલ્હી, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ સાથે જાેડાયેલા ધામિર્ક સ્થળએ ભ્રમણ અને દર્શન માટે આઈઆરસીટીસી ઈન્ડીયન રેલવે કેટરીગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન એ પહેલીવાર ૮૦૦૦ કિ.મી.ની એ.સી. ભારત ગૌરવ ટ્રેન દોડાવવા યોજના ઘડી છે. જેનો ર૧ જૂનને દિલ્હી સફદરજંગથી શુભારંભ થશે.
આઈઆરસીટીસીના ચીફ રીઝનલ મેનેજર અજીત સિન્હાએ જણાવ્યું કે આ ધામિર્ક યાત્રા માટે મુસાફર દિઠ રૂા.૬ર૩૭૦ ચુકવવાના રહેશે. આ સમગ્ર યાત્રાને શ્રી રામાયણ યાત્રા નામ આપવામાં આવ્યું છે. એક સાથે ભાડું ન ચુકવી શકે તેમ હોય તેઓ ૩,૬,૯,૧ર,૧૮ અને ર૪ હપ્તામાં ચુકવણી કરી શકશે.
૧૮ દિવસની આ વિશેષ પર્યટન ટ્રેન પર્યટન સાથે ભારત અને નેપાળની આર્થિક અને સાંસ્કૃતિક વારસાને મજબુત બનાવશે. ટ્રેનમાં બોડીગ દિલ્હી ઉપરાંત અલીગઢ, ટુંટલા, કાનપુર અને લખનૌથી કરાશે. ધામિર્ક યાત્રાનો પહેલો પડાવ પ્રભુ શ્રીરામનું જન્મસ્થળ અયોધ્યા હશે. અયોધ્યાથી આ ટ્રેન બકસર પહોચશે. ત્યાંથી જયનગર થઈ જનકપુરી જશે.,