આઈપીએલની ફાઈનલ મેચ નિહાળવા ક્રિકેટ રસિયાઓમાં અભૂતપૂર્વ રોમાંચ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં આઈપીએલની કવોલિફાયર અને ફાઈનલ મેચ યોજાનાર હોય આ વિકએન્ડ ક્રિકેટના રસીયાઓ માટે રોમાંચકારી પુરવાર થવાનું છે. જયારે પોલીસ માટે એકદમ વ્યસ્ત સપ્તાહ સાબિત થવાનું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ નીહાળવા હાજર રહેવાના હોય પોલીસ તંત્રમાં દોડધામ વધી ગઈ છે.
બીજી તરફ ક્રિકેટના શોખીનોએ ટીકીટ માટે ઘસારો કરતા ટીકીટના કાળાબજાર શરૂ થઈ ગયા છે. ક્રિકેટ રસિયાઓ અત્યારે માત્ર ઓનલાઈન ટીકીટો જ ખરીદી શકે છે. છતાં રૂા.૮૦૦થી લઈ રૂા.૧૪,૦૦૦ સુધીની ટીકીટો વેચાઈ ગઈ છે.
કવોલીફાયર-૧માં ગુજરાત ટાઈટન્સે આક્રમક પ્રદર્શન કરી રાજસ્થાનને ૭ વિકેટથી હરાવી દીધું છે આ સાથે જ હવે હાદિર્ક પંડયાની ટીમને આઈપીએલ-ર૦રરની ફાઈનલ મેચમાં એન્ટ્રી મળી ગઈ છે. અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં ર૭મીએ કવોલિફાફર-ર અને ર૯ મેના રોજ ફાઈનલ મેચ યોજાવાની છે.
આઈપીએલની ફાઈનલ મેચ જાેવા માટે ક્રિકેટ શોખીનોમાં જબરજસ્ત રોમાંચ પ્રસરી ગયો છે. કોઈપણ સંજાેગોમાં ફાઈનલ મેચ જાેવા માટે ક્રિકેટ રસીયાઓએ ટીકીટ ખરીદવા ઘસારો કર્યો ેછ. મેચની ટીકીટનું વેચાણ ઓનલાઈન છે તેમ છતાં પણ ઓનલાઈન ખરીદ કર્યા પછી ઘણા બ્લેકમાં વેચવાનું શરૂ કરતા પોલીસ માટે આ બાબત માથાનો દુઃખાવો બની છે. ક્રિકેટમેચનો સટ્ટો રમતા સટોળીયા સક્રીય થયા છે.
પાંચ હજાર જેટલા બુકીઓએ મેચની પ૦ હજાર જેટલી ટીકીટો લઈને કાળાબજાર કરવાનું ચાલુ કરી દીધું છે. જેના કારણે રૂા.પ૦૦ની ટીકીટના રૂા.૧,૦૦૦, રૂા.૧,૦૦૦ની ટીકીટના રૂ.ર,૦૦૦ તેમજ અન્ય મોઘી ટીકીટોના પણ ડબલ ભાવ વસુલી રહયા છે.
પોલીસે બુકીઓની ગતિવીધી ફાર્મહાઉસ, ચોકકસ વિસ્તાર, વાહનો, ભાડાના મકાનો પર વોચ રાખવાનું શરૂ કર્યું છે. પ ડીસીપી,૭ એસીપી, ૧૦ પીઆઈપ ૧પ પીએસઆઈ સહીત પ,૦૦૦થી વધુ પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે. પાર્કીગમાં અંધાધુંધી ના સર્જાય તે માટે ડીસીપી ટ્રાફીકને વિશેષ જવાબદારી સોપાઈ છે. ટુ વ્હીલર માટે ૧૦ સ્લોટ અને કાર માટે ર૧ સ્લોટ ફાળવાયા છે.