બનાસકાંઠા જીલ્લાના વીસીઈ કર્મચારીઓ સામુહીક રાજીનામાં આપશે
ડીસા, ગુજરાત રાજય ગ્રામપંચાયત કોમ્પ્યુટર સાહસીક ઓપરેટર મંડળ દ્વારા ગ્રામ કોમ્પ્યુટર સાહસીક સાથે સમાન કામ સમાન વેતન લઘુતમ વેતનનો ભંગ થતો હોઈ કમીશન પ્રથા બંધ કરી ફીકસ વેતનથી નિમણુંક આપી સરકારી કર્મચારીનો દરજજાે આપવાની માંગને લઈ વીસીઈ કર્મચારીઓ આંદોલનના મુડમાં છે. તેને લઈ માંગણી નહી સંતોષાય તો રાજીનામાની ચીમકી આપી છે.
બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા ડીસા ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરી સામે આવેલ નર્વનિમીત બાગમાં તાલુકાના તમામ વી.સી.ઈ. કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.
જયાં સમગ્ર બનાસકાંઠા જીલ્લાના વીસીઈ કમ્ર્ચારીઓની મનોમંથન બેઠક મળી હતી જેમાં વિવિધ માંગણીને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં વીસીઈ કર્મચારીઓએ જણાવેલ કે ઈ-ગ્રામ વીસીઈને એક રૂપિયો પણ પગાર આપવામાં આવતો નથી. અને ગુજરાત રાજયના ૧૩ હજાર જેટલા વીસીઈનેું શોષણ કરવામાં આવી રહેલ છે. તેમાં વીસીઈના મુળભુત હકકનું હનન થઈ રહયું છે.
માંગણીને લઈ અનેક વખત રજુઆત કરી છે. પરંતુ માત્ર આશ્વાસન આપવામાં આવે છે. જેથી તા.૧૧-પ-ર૦રર ના રોજથી તમામ ગ્રામ પંચાયત વીસીઈ હડતાળ પર ઉતર્યા છ. તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા માંગણીઓ બાબતે કોઈ નિર્ણય લીધેલ નથી.
જેથી રાજય કમીટી અને જીલ્લા પ્રમુખ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ર૮ મેના રોજ ગુજરાત પ્રવાસ દરમ્યાન એક સાથે તમામ વીસીઈ કર્મચારીઓ સામુહીક રાજીનામા આપશે તેમ જણાવાયું હતું.