અરવલ્લી જીલ્લામાં વાત્રક નદી કિનારાના મુંગા પશુધન માટે નદીમાં પાણી છોડવા માંગ

અરવલ્લી, જીલ્લામાં આકરા ઉનાળામાં તળાવો અને ચેકડેમોમાંથી પાણી સુકાઈ ગયાં છે. નદીઓ પણ કોરી ધકકોર બની રહે છે. ત્યારે વાત્રક જળાશયમાં પાણીના જળવાયેલા જથ્થામાંથી પાણી છોડવામાં આવે તો મુંગા પશુધનને પીવાના પાણીની હાલાકી દુર થાય તેમ છે.
નદીમાં પાણી છોડાય તો ખેડૂતોને ઉનાળુ વાવેતર માટે ઈરીગેશનનો ફાયદો થાય તેમ હોવાથી વાત્રક જળાશયમાંથી પાણી છોડવા માટે માંગ ઉઠવા પામી છે.
જીલ્લામાં સરકારની સિંચાઈ યોજનાઓમાંથી પાણી છોડાય તેવું બબળતા તાપમાં ખેડૂતો ઈચ્છી રહયો છે. વાત્રક જળાશની કેનાલનું મરામત કામ અગાઉ પૂર્ણ થઈ ગયા પછી ઉનાળાની સીઝનમાં વાત્રક નદી કિનારાના ગામો માટે આ કેનાલ મહત્વની બની રહી છે.
ગત ચોમાસા દરમ્યાન વાત્રક જળાશયમાં અન્ય જળાશયો કરતા પાણીની મધ્યમ આવક થઈ હતી અને હવે ચોમાસામાં દસ્તકની શરૂઆત જાેવા મળી છે. જયારે વાત્રક નદી કિનારાના ૪૦થી પણ વધુ ાગમોના પ્રજાજનો અને ખેડૂતોએ વાત્રક નદીનો પટ ઝડપથી સુકાઈ જતાં મુંગા પશુધન માટે પીવાના પાણીની હાલાકી ઉભી થઈ છે.
વાત્રક નદીમાં ૩ સ્થળોએ ચેકડેમ બનાવાતાં ખેડૂતોની ઈરીગેશનથી સિંચાઈ મેળળવવાની યોજના નિષ્ફળ ગયા પછી હાલમાં વાત્રક નદી પાણી વગર કોરી ધાકકોર બની ગઈ છે ત્યારે મુંગા પશુધનને બચવી લેવા માટે નદીમાં પાણી છોડાય તેવી માંગ નદી કિનારાના ગામોમાંથી ઉઠવા પામી છે.
જયારે જળાશયોમાં આરક્ષીત પાણીના જથ્થાને ધ્યાનમાં રાખી નદી કિનારાના ગામોની માંગ પ્રમાણે વાત્રક નદીમાં પાણી છોડાય તો પશુપાલકોને ખેડૂતોને પણ સિંચાઈ માટે ઈરીગેશનનો મહતતમ ફાયદો થાય તેમ છે.
જીલ્લામાં તમામ નદીઓ પાણી વગર સુકી ભઠ્ઠ બની રહી છે. ત્યારે વાત્રક નદી કિનારા ગામોમાં પશુધન માટે ઉભી થયેલી પાણીની હાલાકીને ધ્યાનમાં લેતાં તંત્રએ જળાશયોમાંથી પાણી છોડવું જાેઅઈે તેવું પશુપાલકો અને ખેડૂતો ઈચ્છી રહયા છે.
ગત વર્ષે નબળા ચોમાસાની ખોટ બળબળતા ઉનાળામાં દેખાઈ છે. અને તળાવો ચેકડેમોની સાથે નદીઓ સુકી ભઠ્ઠ બની રહી છે ત્યારે નદીઓને જીવંત બનાવવા પાણી છોડાય તો નદી કિનારાના ગામોએ ગુમાવેલી સૌદર્યતા ઉનાળામાં પણ ખીલી ઉઠે તેમ છે.