Western Times News

Gujarati News

ઝઘડિયાના ગોવાલી અને મુલદ ગામના ખેડૂતોનો વીજ કંપનીની કચેરી પર હલ્લાબોલ

ચોમાસુ શરૂ થયું ત્યારથી ખેતી વિષયક વીજ પુરવઠો સમારકામના અભાવે ખોરવાયો છે- વરસાદ બંધ થયાને આજે એક માસ બાદ પણ બેદરકાર વીજ કંપનીના કર્મચારીઓને ખેતીવિષયક પુરવઠો સમારકામ કરવામાં રસ નથી.

(વિરલ રાણા, ભરૂચ), ઝઘડિયા વીજ કંપનીની લાપરવાહીના કારણે રાણીપુરા ફીડરમાં સમાવિષ્ટ ગોવાલી મુલદ ગામના ખેતી વિષયક વીજ જોડાણના ખેડૂત ગ્રાહકોએ મંગળવારે ઝઘડિયા વીજ કંપની પર હલ્લાબોલ કર્યો હતો.છેલ્લા પાંચ માસથી ખેતી વિષયક વીજ પુરવઠો બંધ રહેવાના કારણે મોટું નુકસાન થયું છે અને હાલમાં નવા વાવેતરને સિંચાઈની જરૂર હોઈ ઝઘડિયા વીજ કંપનીના કર્મચારીઓ વરસાદ બંધ થયાને એક માસ બાદ પણ વીજ પુરવઠો યથાવત કરવામાં નન્નો ભણી રહ્યા છે.સત્વરે વીજ પુરવઠો શરૂ કરવા માટે ખેડૂતોએ જીલ્લા કલેક્ટર અને સુરત વિભાગીય વીજ કંપનીમાં પણ લેખિત રજૂઆત કરી છે.

ઝઘડિયા તાલુકામાં ઝઘડિયા વીજ કંપનીની કચેરી દ્વારા વેરો આંતરો કરવામાં આવતો હોવાની અને એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવાઈ રહી છે તેવો આક્ષેપ ગોવાલી મુલદ ગામના ખેડૂતો દ્વારા થઇ રહ્યો છે.ઝઘડિયા વીજ કંપનીના વિસ્તારમાં આવતા કેટલાક ગામોમાં વીજ પુરવઠો અટકતો નથી અને ગોવાલી મુલદ જેવા ગામોમાં વીજ પુરવઠો પાંચ પાંચ માસથી બંધ હાલતમાં છે તેમ નાયબ ઈજનેર સમક્ષ રજૂઆત કરી છે.

ઝઘડિયા તાલુકાના ગોવાલી અને મુલદ ગામના ખેતી વિષયક વીજ જોડાણો ધરાવતા ખેડૂતો દ્વારા આજરોજ ઝઘડિયા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યુ હતું.ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે ગોવાલી મુલદ ગામના ખેતીવિષયક જોડાણોનો વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે.છેલ્લા પાંચ માસથી ખેતીવિષયક વીજ પુરવઠો બંધ રહેવાના કારણે મોટું નુકસાન થયું છે અને હાલમાં નવા વાવેતરને સિંચાઈની જરૂર હોઈ ઝઘડિયા વીજ કંપનીના કર્મચારીઓ વરસાદ બંધ થયાને એક માસ બાદ પણ વીજ પુરવઠો યથાવત કરવામાં નન્નો ભણી રહ્યા છે સત્વરે વીજ પુરવઠો શરૂ કરવા માટે ખેડૂતોએ જીલ્લા કલેક્ટર અને સુરત વિભાગીય વીજ કંપનીમાં પણ લેખિત રજૂઆત કરી છે.

ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યુ હતુ કે અમો વ્યાજ સહીત વીજ બિલની રકમ ભરીએ છે તો અમોને પણ અમારા હક્કનો વીજ પુરવઠો પૂરતો મળવો જોઈએ.હાલમાં નર્મદામાં પૂરની પરિસ્થિતિ સમયે ખેતરોમાં પાણી ઘુસ્યા હતા માંડ માંડ પાણી ઓસરતાં નવી ખેતી ઉભી થઈ રહી છે નવું વાવેતર થઇ રહ્યું છે ત્યારે પાકને સિંચાઈની તાતી જરૂર છે

ત્યારે વીજ પુરવઠો જ આવતો નથી અને જો તાત્કાલિક સિંચાઈ નહિ મળે તો નવું વાવેતર નિષ્ફળ જશે એવી ભીતિ વ્યક્ત કરી હતી.ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતુંકે વીજ કંપની દ્વારા દર વર્ષે આજ રટણ રટવામાં આવે છે કે ચોમાસા બાદ લાઈન ફોલ્ટમાં છે તો ચોમાસા સિવાયના અન્ય આઠ માસ દરમિયાન વીજ કંપનીના કર્મચારીઓ શુ કરે છે ?

ચોમાસાનુ બહાનુ કાઢી વાતને ટાળવાની કોશિશ વીજ કંપનીના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ છટકવાની કોશિશ કરતા નજરે પડયા હતા.ગોવાલી મુલદના ખેડૂતોએ સત્વરે ખેતીવિષયક વીજ પુરવઠો શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટર,વિભાગીય કચેરી સુરત,સર્કલ કચેરી ભરૂચ ને રજૂઆત કરી છે.ખેડૂતોએ ચીમકી ઉચ્ચરી હતીકે જો તાત્કાલિક રાણીપુરા ફીડરનું સમારકામ કરી ગોવાલી મુલદના ખેતીવિષયક વીજ પ્રવાહ ચાલુ કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની ગંભીરતા પૂર્વક નોંધ લેવા જણાવ્યું હતું.

વીજ પુરવઠો ક્યારે ચાલુ થશે તે હું કઈ ના કહી શકુ : ડેપ્યુટી ઈજનેર ઝઘડિયા
ઝઘડિયા સબ ડિવિઝન ના ડેપ્યુટી ઈજનેર એ.એચ.કલોલીયા સમક્ષ આજરોજ ગોવાલી અને મુલદ ગામના ખેડૂતોએ ખેતીવિષયક વીજ પુરવઠો ચાલુ કરવા આક્રોશ પૂર્વક રજૂઆત કરી છે.ખેડૂતોએ સિંચાઈ વગર શુ પરિસ્થિતિ સર્જાઈ છે તે પણ જણાવ્યું હતું છતાં ડેપ્યુટી ઈજનેરે હાથ અધ્ધર કરી દેતા જણાવ્યું હતુંકે વીજ પુરવઠો ચાલુ કરવા માટે અમારી પાસે કોઈ સ્ટાફ નથી એટલે હું ચોક્કસ સમયના આપી શકું કે ક્યારથી વીજ પુરવઠો ચાલુ થશે ! ડેપ્યુટી ઈજનેરનો જવાબ સાંભળી ખેડૂતોનો આક્રોશ વધતા ઇજનેરે જણાવ્યું હતુંકે દિવાળી પહેલા વીજ પુરવઠો ચાલુ કરી આપીશુ પરંતુ ખેડૂતોએ બે દિવસમાં વીજ પુરવઠો ચાલુ કરવાની માંગ કરી હતી.

ખેડૂતો માનસિક હતાશામાં ધકેલાઈ રહ્યા છે ! ગોવાલી મુલદ ગામના ખેડૂતો દ્વારા છેલ્લા પાંચ માસથી ખેતીવિષયક વીજ પુરવઠો બંધ હોઈ તેને સમારકામ કરી ચાલુ કરવા બાબતે ડેપ્યુટી ઇજનેરને રજૂઆત કરી જણાવ્યું હતું કે પહેલા નર્મદાના પૂરના કારણે ખેતીમાં ઉભા પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોનો તૈયાર પાક સદંતર નિષ્ફળ નીવડ્યો છે ત્યારે માંડ માંડ નવી ખેતી ઉભી થઇ રહી છે ત્યારે ખેતીને સિંચાઇની વ્યાપક જરૂરિયાત ઉભી થઈ છે અને છેલ્લા પાંચ માસ થી વીજ પુરવઠો ખોળવાયો છે જેના કારણે ખેડૂતો બેવડા મારના કારણે માનસિક હતાશામાં ધકેલાઈ રહ્યો છે !તેવી વાત જણાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.