છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૩૧ કેસ સામે આવ્યા
અમદાવાદ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૩૧ કેસ સામે આવ્યા છે. રાહતની વાત છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોઈપણ દર્દીનું મૃત્યું થયું નથી. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં વધુ ૧૯ લોકો સાજા થયા છે.
ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦૯૪૪ લોકોના મોત થયા છે. જ્યારે કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૧૨,૧૩,૮૮૭ લોકો સાજા થઈ ચુક્યા છે. તો નવા કેસની સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના ૧૨ લાખ ૨૫ હજાર ૩૫ કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ૧૩ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં ૬, ગાંધીનગરમાં ૫, મહેસાણામાં ૫, ગીર સોમનાથ અને સુરતમાં એક-એક કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૦૪ છે.
રાજ્યનો રિકવરી રેટ ૯૯.૦૯ ટકા છે.
તો આજે સાંજે ૫ કલાક સુધીમાં ૮૧ હજાર ૪૫૪ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના કુલ ૧૦ કરોડ ૯૭ લાખ ૧૯ હજાર ૮૯૪ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજા બંને ડોઝનો સમાવેશ થાય છે.ss3kp