Western Times News

Gujarati News

ગોએર ફરી એક વાર ઓન-ટાઇમ પર્ફોમન્સમાં ઝળકી

  • ડીજીસીએએ સપ્ટેમ્બર 2019માં ઓન-ટાઇમ પર્ફોમન્સમાં ગોએરને પ્રથમ ક્રમાંક આપ્યો

ઓક્ટોબર 2019: ભારતની અત્યંત વિશ્વસનીય, નિયમિત અને સૌથી ઝડપથી વિકસતી એરલાઇન ગોએરે સપ્ટેમ્બર 2019માં સૌથી નિયમિત એરલાઇન તરીકેની પોતાની શાખ જાળવી રાખી છે એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવીલ એવિયેશન (ડીજીસીએ) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા તાજેતરના એક ડેટામાં જણાવ્યું હતું. એરલાઇન સતત 13માં મહીને ટોચની પર્ફોમર તરીકે ઉભરી આવી છે. ગોએરે ઓન ટાઇમ પર્ફોમન્સ (ઓટીપી)ના અત્યંક 85.4 ટકા રેન્કિંગ નોંધાવ્યું છે, જે સપ્ટેમ્બર 2019માં શિડ્યૂલ્ડ ડોમેસ્ટિક એરલાઇન્સમાં સૌથી વધુ છે.

ગોએરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જેહ વાડીયાએ જણાવ્યું હતું કે: “જ્યારે ઓનટીપીની વાત આવી છે ત્યારે ગોએર સતત ચળકાટમાં રહી છે. ગોએર ત્રણ પાયાના સિદ્ધાંતો પર કામ કરે છેઃ નિયમિતતા, પોષણક્ષમતા અને સરળતા. અમારામાં વિશ્વાસ રાખવા બદલ અને ચાલુ વર્ષે ભવ્ય બ્રાન્ડ બનાવવા બદલ અમે અમારા ગ્રાહકોનો આભાર માનીએ છીએ.”

ગોએર 13.27 લાખ પેસેન્જર્સનુ વહન કર્યું હતું જેમા ફક્ત 0.12 ટકા કેલન્સલેશન્સ હતા, જ્યારે સપ્ટેમ્બર 2019માં શિડ્યૂલ્ડ ડોમેસ્ટિક એરલાઇન્સમાં કેન્સલેશન્સની ટકાવારી 1.37 ટકા હતી. એરલાઇનનો ફરિયાદનો ગુણોત્તર દર 10,000 પેસેન્જરદીઠ 0.5 ટકા રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.