Western Times News

Gujarati News

હવે દિલ્હી સરકારે રાત્રે ડ્રાઈવિંગ ટેસ્ટ લેવા માટેની શરૂઆત કરી

નવી દિલ્હી,  ૧૯૮૮ Motor Vehicle Act દ્વારા ભારતમાં વાહન ચલાવવાની ઇચ્છા ધરાવતા કોઈપણ વ્યક્તિએ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ફરજિયાત છે. જાે તમે પણ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માંગો છો અને તમારી પાસે દિવસ દરમિયાન સમય નથી તો હવે ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી.

હવે દિલ્હી સરકારે રાત્રે ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાની શરૂઆત કરી છે. હવે એવા લોકો જેમણા પાસે દિવસ દરમિયાન સમય નથી તેઓ રાત્રે ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક મારફતે ટેસ્ટ આપી શકે છે.

તમને જણાવી દઈએ કે, તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો તે પહેલાં તમારે પહેલા શીખનારનું લાઇસન્સ મેળવવું ફરજિયાત છે, તો પાકું ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવ્યા પહેલા તમારે શીખનારના લાઇસન્સ માટે અરજી કરવી પડે. Gujaratમાં Learning licence માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. તે ઓનલાઇન અરજી કરવી ખૂબ જ સરળ છે અને તે બધા વય જૂથો માટે યોગ્ય છે.

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે હાલમાં ત્રણ ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનું અનાવરણ કર્યું છે. આ ટ્રેક દિલ્હીના શકૂરવસ્તી, મયૂર વિહાર અને વિશ્વાસ નગરમાં બનાવવામાં આવ્યા છે. જેણા કારણે હવે દિલ્હીના લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા બાદ ખુબ સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવી શકશે.

સરકારે એપ્રિલ મહિનામાં મયૂર વિહાર અને વિશ્વાસ નગરમાં ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનું ટ્રાયલ શરૂ કર્યું હતું. તેની સફળતા બાદ હવે તેની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે.ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની શરૂઆત થવાથી હવે એવા લોકો પણ ડ્રાઈવિંગ ટેસ્ટ સરળતાથી આપી શકશે, જેમની પાસે દિવસ દરમિયાન સમયનો અભાવ છે.

પરીક્ષા આપવા ઈચ્છુક લોકો સાંજે પાંચ વાગ્યાથી સાંજે સાત વાગ્યાની વચ્ચે સમય મેળવી શકશે. અધિકારીએ જણાવ્યું કે તેણા માટે પહેલાથી જાે સમય નહીં લીધો હોય તો પરીક્ષા આપી શકાશે નહીં.

ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક મારફતે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ૨૦ જરૂરી ડ્રાઈવિંગ સ્કિલનું પરીક્ષણ કરવામાં આવશે. ટોકન વિતરણ માટે કેન્દ્રોમાં ઈલેક્ટ્રોનિક કતાર પ્રબંધન પ્રણાલી અમલમાં હશે. ડ્રાઈવિંગ ટેસ્ટ પર નજર રાખવા અને પરિણામ જાહેર કરવા માટે ૬ સર્વર મૂકવામાં આવ્યા છે.

નજીકથી દેખરેખ રાખવા માટે વાસ્તવિક સમયના ફૂટેજ અને ડ્રાઈવિંગ ટેસ્ટનો ફોટો લેવા માટે ૧૭ ઉચ્ચ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. તેણા પરિણામ સ્વરૂપે સારથી દ્વારા ઓનલાઈન અપલોડ કરવામાં આવશે.

પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, મે મહિનાથી પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ડ્રાઈવર ટેસ્ટ ઉપલબ્ધ છે, જ્યાં લોકો નાઈટ શિફ્ટમાં ડ્રાઈવિંગ ટેસ્ટની સુવિધાનો લાભ ઉઠાવીને પોતાનો સમય બચાવી શકે છે. તેમણે જણાવ્યું કે, સરકાર એક મેથી નાઈટ શિફ્ટમાં પહેલાથી ૨૫૦૦થી વધુ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ટેસ્ટ થઈ ચૂક્યા છે.

નાઈટ શિફ્ટની દેખરેખ માટે પ્લાઈટટ, કેમેરા રિઝોલ્યૂશન વગેરે જેવા સુધારા કરવામાં આવી રહ્યા છે. રાત્રે ટેસ્ટની સુવધા દિવસના સમય જેટલી જ ફાયદાકારક છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.