સોશિયલ મીડિયા યૂઝર્સને પસંદ ના આવ્યો મલાઈકાનો હોટ અંદાજ

મુંબઈ, બોલિવુડની ગોર્જિયસ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના ફિટનેસ રૂટિન અને હેલ્ધી ડાયટ માટે જાણીતી છે તેટલી જ તેની ડ્રેસિંગ સેન્સ માટે વખણાય છે. મલાઈકા અરોરાનું સુડોળ ફિગર અને બોલ્ડ અંદાજ ભલભલાને ‘ઘાયલ’ કરી શકે છે. મલાઈકા અરોરા બોલ્ડનેસના મામલે યંગ હીરોઈનોને પણ ટક્કર આપે છે. બુધવારે રાત્રે મલાઈકા અરોરા પોતાના બેસ્ટફ્રેન્ડ કરણ જાેહરની બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી.
અહીં મલાઈકા અરોરાનો સિઝલિંગ લૂક જાેવા મળ્યો હતો. જાેકે, મલાઈકાનો બોલ્ડ અને હોટ અંદાજ કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સને પસંદ નહોતો આવ્યો અને તેમણે એક્ટ્રેસને ટ્રોલ કરી હતી.
કરણ જાેહરની બર્થ ડે પાર્ટીમાં સેલિબ્રિટીઝ એકથી એક ચડિયાતા લૂકમાં પહોંચ્યા હતા. પરંતુ બોલ્ડનેસના મામલે મલાઈકા અરોરા બાકી બધાને ટક્કર આપી રહી હતી. મલાઈકા પાર્ટીમાં નિયોન ગ્રીન રંગના લૂઝ બ્લેઝર અને શોર્ટ્સમાં જાેવા મળી હતી.
આ બ્લેઝર સાથે મલાઈકાએ રિવીલિંગ બ્રાલેટ પહેર્યું હતું. મલાઈકાનો આ લૂક ખાસ્સો સેન્શુઅસ હતો. આઉટફિટ સાથે મલાઈકાએ ડાર્ક પિંક રંગના હાઈહીલ્સ પહેર્યા હતા અને લૂકને વધુ ગ્લેમરસ બનાવ્યો હતો. આ સિવાય મલાઈકાએ ગળામાં હેવી સિલ્વર નેકપિસ પહેરીને ખાસ બનાવ્યો હતો. મલાઈકા આ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગતી હતી.
પાર્ટીના કેટલાય વિડીયો સામે આવ્યા છે ત્યારે મલાઈકાનો આ ગ્લેમરસ લૂક કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સને પસંદ ના આવ્યો અને તેમણે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક સોશિયલ મીડિયા યૂઝરે મલાઈકાના કપડાની પસંદગીને વાહિયાત ગણાવી હતી.
અન્ય એક યૂઝરે લખ્યું, “ટોપ પહેરવાનું ભૂલી ગઈ કે શું.” બીજા એક યૂઝરે લખ્યું, ‘આમને મ્યૂઝિમમાં મૂકો.’ અન્ય એક યૂઝરે કહ્યું-‘ડ્રેસિંગ સેન્સ એકદમ થર્ડ ક્લાસ છે.’ એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે, ‘જિમમાં જવાને બદલે સીધી અહીં આવી ગઈ લાગે છે.’
જાેકે, આ પહેલીવાર નથી જ્યારે મલાઈકા પોતાના આઉટફિટના કારણે ટ્રોલ થઈ હોય. અગાઉ પણ કેટલીયવાર મલાઈકા કપડાંની પસંદગીના લીધે લોકોના નિશાને આવી છે.
પરંતુ તેનો જવાબ આપતાં એક્ટ્રેસ ઈન્ટરવ્યૂમાં કહી ચૂકી છે કે તેને લોકોની ટિપ્પણીથી કોઈ ફરક નથી પડતો અને તેના પર ધ્યાન પણ નથી આપતી. જણાવી દઈએ કે, કરણની બર્થ ડે પાર્ટીમાં મલાઈકા બેસ્ટફ્રેન્ડ કરીના કપૂર ખાન, તેના પતિ સૈફ અને બહેન અમૃતા અરોરા સાથે આવી હતી.SS1MS