પહેલાની સરકારો દરમિયાન, ટેક્નોલોજીને સમસ્યાનો ભાગ માનવામાં આવતી હતી: વડાપ્રધાન મોદી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારત ડ્રોન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ડ્રોન પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને ‘મેક ઈન ઈન્ડિયા’ની પ્રગતિ જાેઈને ખૂબ જ આનંદ થયો હતો. કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું, ‘ભારત ડ્રોન ફેસ્ટિવલનું આયોજન કરવા બદલ હું તમને બધાને અભિનંદન આપું છું. આજે હું આ ડ્રોન પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત થયો છું.
આજનો દિવસ મારા માટે ખૂબ જ સુખદ અનુભવ હતો. આજે હું જે પણ સ્ટોલ પર ગયો હતો ત્યાં બધા ગર્વથી કહેતા હતા કે આ મેક ઇન ઇન્ડિયા છે.
પીએમ મોદીએ કહ્યું કે ડ્રોન ટેક્નોલોજીને લઈને ભારતમાં જે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે તે આશ્ચર્યજનક છે. આ ઊર્જા દૃશ્યમાન છે, તે ભારતમાં ડ્રોન સેવા અને ડ્રોન આધારિત ઉદ્યોગના ક્વોન્ટમ જમ્પનું પ્રતિબિંબ છે. તે ભારતમાં રોજગાર નિર્માણના ઉભરતા મોટા ક્ષેત્રની સંભાવના દર્શાવે છે.
તેમણે કહ્યું હતું કે ‘મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સ’ના માર્ગને અનુસરીને અમે Ease of Living, Ease of Doing Businessને પ્રાથમિકતા બનાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ તહેવાર માત્ર ટેક્નોલોજી વિશે નથી, પરંતુ તે નવા ભારતના નવા શાસન, નવા પ્રયોગો પ્રત્યે અભૂતપૂર્વ હકારાત્મકતાની ઉજવણી પણ છે.
આ આઠ વર્ષ પહેલાનો સમય હતો, જ્યારે અમે ભારતમાં સુશાસનના નવા મંત્રો અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું. ત્યાં એવું માનવામાં આવતું હતું કે ટેક્નોલોજી એ ફક્ત અમીર લોકોનો વ્યવસાય છે, સામાન્ય લોકોના જીવનમાં તેનું કોઈ સ્થાન નથી. આ સમગ્ર માનસિકતાને બદલીને, અમે ટેક્નોલોજીને લોકો માટે સુલભ બનાવવા સંબંધિત ઘણા પગલાં લીધા છે અને તેને આગળ લઈ જઈશું.
તેમણે કહ્યું, ‘પહેલાની સરકારો દરમિયાન, ટેક્નોલોજીને સમસ્યાનો ભાગ માનવામાં આવતી હતી, તેને ગરીબ વિરોધી સાબિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના કારણે ૨૦૧૪ પહેલા શાસનમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે ઉદાસીનતાનું વાતાવરણ હતું.
સૌથી વધુ નુકસાન દેશના ગરીબોને, વંચિતોને, મધ્યમ વર્ગને થયું. પહેલાના જમાનામાં લોકોને અનાજ, કેરોસીન, ખાંડ માટે કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડતું હતું. લોકો ડરતા હતા કે તેઓ તેમના હિસ્સાનો માલ મેળવી શકશે કે નહીં. આજે ટેક્નોલોજીની મદદથી અમે આ ડરને દૂર કર્યો છે. હવે લોકોને ખાતરી છે કે તેમને તેમનો હિસ્સો મળશે.HS1