લગ્ન પ્રસંગમાં ગીતા વાગડવાને લઇ હવે લાયસન્સ લેવું પડશે
ચંડીગઢ, લ્યો હવે પંજાબ અને હરિયાણા લોકોને પણ ગીતો વગાડવા માટે કરવુ પડશે આ નિયમોનું પાલન પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પોતાના એક ર્નિણયમાં લગ્નની પાર્ટીઓમાં વગાડવામાં આવેલા ફિલ્મી ગીતોને લગતી અરજી પર સુનાવણી કરતા મોટો આદેશ આપ્યો છે.
હાઈકોર્ટે કહ્યું છે કે હવે આયોજકોએ બેન્ક્વેટ હોલ અને મેરેજ હોલ જેવા જાહેર સ્થળો પર સંગીત વગાડવા માટે લાયસન્સ લેવું પડશે.
આ આદેશ હેઠળ, લોકો ફક્ત લગ્ન જ નહીં પરંતુ કોઈપણ પ્રકારના સામાજિક કાર્યોમાં પણ લાઇસન્સ ફી ચૂકવ્યા વિના સંગીત વગાડી શકશે નહીં.
આ અંગે નોવેક્સ કંપનીએ પિટિશન દાખલ કરતી વખતે કોપીરાઈટના નામે સંગીત ચલાવવાની પરવાનગી આપવાના બદલામાં કોર્ટ પાસે લાયસન્સ ફીની માંગણી કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ હવે કોઈપણ હોટલ, હોલ આયોજિત લગ્ન સમારોહ અને અન્ય જાહેર સ્થળોએ સંગીત વગાડવા માટે લાયસન્સ ફી એડવાન્સમાં ચૂકવવી પડશે.HS1