૪ દિવસમાં ચોથા ધારાસભ્યએ મુખ્યમંત્રી ગેહલોત સામે મોરચો ખોલ્યો
જયપુર, રાજસ્થાન કોંગ્રેસમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. છેલ્લા ૪ દિવસોમાં ચોથા ધારાસભ્યએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. સ્પોર્ટ્સ મિનિસ્ટર અશોક ચાંદનાએ મુખ્યમંત્રી અશોક ગેહલોતના મુખ્ય સચિવ કુલદીપ રાંકા વિરુદ્ધ લખતા રાજીનામાની રજૂઆત કરી છે.
સ્પોર્ટ્સ મિનિસ્ટરએ ગુરુવારે રાત્રે ટ્વીટ કરીને કહ્યું કે, ‘માનનીય મુખ્યમંત્રી જી, મારો તમને વ્યક્તિગત અનુરોધ છે કે મને આ જલાલત ભરેલા મંત્રી પદમાંથી મુક્ત કરીને મારા બધા વિભાગોનો ચાર્જ કુલદીપ રાંકાને સોંપી દેવામાં આવે કેમ કે, આમ પણ તેઓ જ બધા વિભાગોના મંત્રી છે.
રાજસ્થાનની ગેહલોત સરકાર વિરુદ્ધ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ બુધવારે જ મોરચો ખોલ્યો હતો. ચિતોડગઢના બેગૂથી આવતા કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર વિધુડીએ કહ્યું કે, આ સરકારમાં કાર્યકર્તાઓની સુનાવણી થઈ રહી નથી. આ સરકારમાં કોઈ ધારાસભ્ય ચૂંટણી નહીં જીતે. મુખ્યમંત્રી અશોક ગેહલોત..
પોલીસકર્મીઓને બુથ પર બેસાડીને ચૂંટણી જીતી લેવી અને જીતવાનું નકલી સર્ટિફિકેટ બનાવીને આપી દેવું. બેગૂમા સભાને સંબોધિત કરતા કોંગ્રેસના ધરાસભ્યએ કહ્યું કે, ઇઈઈ્ પેપર આઉટ બાબતની તપાસ ઝ્રમ્ૈં પાસે સરકાર કરાવી રહી નથી, કેમ કે, મંત્રીને જેલ જતા બચાવવા માંગે છે.
એવા એવા લોકોને મંત્રી બનાવી દેવામાં આવ્યા, જે ચૂંટણી હારી રહ્યા છે અને ૨-૨ વખત જીતેલા ધારાસભ્ય ફરી રહ્યા છે. પોલીસ સ્ટેશનોમાં તસ્કરી થઈ રહી છે, પરંતુ કોઈ સાંભળવાનું નથી.
બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચકેલા ડૂંગરપુરના ધારાસભ્ય અને યુવા કોંગ્રેસના અધ્યક્ષ ગણેશ ઘોઘરાએ દિલ્હીમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે મળીને ગેહલોત સરકારના કામકાજની ફરિયાદ કરી, પરંતુ રાજીનામું ન આપ્યું. તો પ્રતાપગઢના ધારાસભ્ય રામલાલ મીણાએ ટ્વીટ કરીને કોંગ્રેસને કહ્યું કે, ડૂંગરપુર જિલ્લાની કોંગ્રેસ સમાપ્ત થઈ રહી છે. તેને બચાવી લો.
તો ગેહલોત સરકારને સમર્થન આપી રહેલા ધારાસભ્ય સંયમ લોઢાએ પણ સરકારની ઑફિસરશાહી પર સવાલ ઉઠાવ્યા છે. કોટાના સાંગોડ કોંગ્રેસના ધારાસભ્ય ભરત સિંહ સરકાર પર ભ્રષ્ટાચારને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને પ્રિયંકા ગાંધીના નજીકના ધીરજ ગૂર્જરે પણ રાજ્યના ઓફિસરો પર ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે.
રાજ્યસભામાં આગામી મહિને રાજ્યસભામાં ૪ સીટો માટે ચૂંટણી થવાની છે. એવામાં રાજ્યસભા ચૂંટણી પહલા કોંગ્રેસ પાર્ટીમાં વિરોધને લઈને હાઇ કમાન ખૂબ જ પરેશાન છે.HS1