સેન્સેક્સમાં ૬૮૪, નિફ્ટીમાં ૧૮૨ પોઈન્ટનો ઊછાળો આવ્યો
મુંબઈ, ઈન્ફોસિસ અને બેન્ક શેરોમાં ખરીદારી વૈશ્વિક બજારોમાં ઉછાળાને કારણે, સ્થાનિક ઈક્વિટી બજારોમાં શુક્રવારે વધારો ચાલુ રહ્યો અને બંને બેન્ચમાર્ક સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા. ૩૦ શેરવાળો સેન્સેક્સ ૬૩૨.૧૩ પોઈન્ટ અથવા ૧.૧૭ ટકા વધીને ૫૪,૮૮૪.૬૬ પર બંધ થયો હતો.
ટ્રેડિંગ દરમિયાન, તે એક સમયે ૬૮૪.૧ પોઈન્ટ વધીને ૫૪,૯૩૬.૬૩ પર પહોંચ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૧૮૨.૩૦ પોઈન્ટ અથવા ૧.૧૩ ટકાના ઉછાળા સાથે ૧૬,૩૫૨.૪૫ પર બંધ થયો હતો. સેન્સેક્સ કંપનીઓમાં ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેન્ક, વિપ્રો, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, લાર્સન એન્ડ ટુબ્રો અને એચસીએલ ટેક્નોલોજીસ ઉછાળા સાથે બંધ થયા હતા.
બીજી તરફ એનટીપીસી, ભારતી એરટેલ, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ્સ અને નેસ્લેના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, દક્ષિણ કોરિયાના કોસ્પી, હોંગકોંગના હેંગસેંગ અને જાપાનના નિક્કી સહિત એશિયાના અન્ય બજારોમાં સકારાત્મક વલણ સાથે બંધ થયા હતા. યુરોપના મુખ્ય બજારોમાં બપોરના કારોબારમાં તીવ્ર વલણ જાેવા મળ્યું હતું.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારોમાં તેજી અને યુએસમાં અનુકૂળ રિટેલ અર્નિંગ વચ્ચે રોકાણકારોએ ખરીદી કરી હતી. વિદેશી રોકાણકારો દ્વારા વેચાણમાં ઘટાડાથી સ્થાનિક બજારમાં મધ્યમ અસ્થિરતાને મદદ મળી.
દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૯૫ ટકા વધીને ૧૧૮.૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. શેરબજારના આંકડા મુજબ વિદેશી રોકાણકારો સ્થાનિક બજારોમાં વેચવાલી ચાલુ રાખી છે. તેમણે ગુરુવારે રૂ. ૧,૫૯૭.૮૪ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.SS2MS