સરકારી વેબસાઈટ્સનું હિન્દી, ગુજરાતી-પંજાબીમાં અનુવાદ થશે

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ કમિશને વ્હાઈટ હાઉસ અને અન્ય ફેડરલ એજન્સીઓની વેબસાઈટ્સને એશિયન- અમેરિકનો તથા પેસિફિક ક્ષેત્રના લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં અનુવાદ કરવાની ભલામણ કરી છે.
આ ભાષાઓમાં હિન્દી, ગુજરાતી અને પંજાબી ભાષાઓનો સમાવેશ થાય છે. એશિયન અમેરિકન્સ (એએ), નેટિવ હવાઈયન્સ અને પેસેફિક આઈલેન્ડર્સ (એનએચપીઆઈ) અંગેના રાષ્ટ્રપતિના એડવાઈઝરી કિમિશને આ ભાષાઓ સામેલ કરવા અંગેની ભલામણોને તાજેતરમાં જ મંજૂરી આપી હતી.
આ મહિનાની શરૂઆતમાં કમિશનની બેઠકમાં સૂચવવામાં આવ્યું હતું કે, ફેડરલ એજન્સીઓએ તેમની વેબસાઈટ પર મહત્વપૂર્ણ દસ્તાવેજાે, ડિજિટલ સામગ્રી અને અરજી ‘એએ’ અને ‘એનએચપીઆઈ’ દ્વારા બોલાતી ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવી જાેઈએ.
બેઠકમાં એવું સૂચન પણ આપવામાં આવ્યું હતું કે, લોક અને ઈમરજન્સી ચેતવણીઓ સુધી આવા લોકોની પહોંચ હોવી જાેઈએ. જે અંગ્રેજી ભાષામાં કાર્યક્ષમતા ધરાવતા નથી. તેણે એ પણ ભલામણ કરી છે કે, સંઘીય સરકારે એ સુનિશ્ચિત કરવું જાેઈએ કે, ઈમરજન્સી અને આપત્તિ વિરોધી કામગીરી, નીતિ ઘડતર, પ્રતિભાવ વ્યવસ્થાપન અને અન્ય યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે. સાથે જ અંગ્રેજીની મજબૂત સમજ ધરાવતી વસ્તીના અનુભવોને પ્રતિબિંબિત કરે છે.
આ સૂચનો અંગે હવે વ્હાઈટ હાઉસ મોકલવામાં આવ્યા છે જેના પર રાષ્ટ્રપતિ જાે બિડેન ર્નિણય લેશે. આ સૂચનો અંગે અગાઉ પણ વાતચીત થઈ હતી જ્યારે ભારતીય-અમેરિકન અજય જૈન ભુટોરિયા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હતા અને તેમણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન જાે બિડેન માટે અનેક ભાષાઓમાં પ્રચાર કર્યો હતો. બિડેન ચૂંટણી જીત્યા ત્યારથી તે પેન્ડિંગ છે. ભુટોરિયાએ કહ્યું હતું કે, હિન્દી, ગુજરાતી, પંજાબી અને તેલુગુ ભાષાઓમાં કરવામાં આવેલા પ્રચારની સમુદાય પર ઘણી અસર પડી હતી.
ભુટોરિયા જાણીતા ઉદ્યોગપતિ છે અને કમિશનના સભ્ય છે. તેમણે બેઠકમાં કહ્યું હતું કે, લોકોને માત્ર ચોક્કસ ભાષામાં જ માહિતી આપવાથી તે વધુ લોકો સુધી નહીં પહોંચી શકે.SS2MS