Western Times News

Gujarati News

દિલ્હીમાં મોઇનુદ્દીન કુરેશીની ગોળી મારીને થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો

નવીદિલ્હી, પ્રેમ ખરેખર આંધળો હોય છે તેને જ સાર્થક કરતી ઘટના સામે આવી છે જેમાં પરિણતાએ તેના પ્રેમી સાથે મળી પોતાના પતિની હત્યા કરાવી હતી જેના પગલે સમ્રગ વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી મધ્ય દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં ૧૭ મેની રાત્રે વર્કશોપના માલિક મોઇનુદ્દીન કુરેશીની ગોળી મારીને થયેલી હત્યા પાછળનું ભેદ પોલીસે ઉકેલી લીધું છે.

આ સનસનીખેજ હત્યાનું કાવતરું મૃતકની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને ઘડ્યું હતું. બંનેએ છ લાખ રૂપિયાની સોપારી આપીને ગાઝિયાબાદથી ભાડેથી હત્યારાને બોલાવ્યો હતો. આ પછી સોપારી કિલર અને મહિલાના પ્રેમીએ મળીને હત્યાને અંજામ આપ્યો હતો.
આ ઘટનામાં હત્યાનો પડદો ઉંચકતા પોલીસે મૃતકની પત્ની સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

તેમની ઓળખ જીબા કુરેશી (૪૦), પ્રેમી શુએબ ઉં ૨૦ જે મૂળ નિવાસી પશ્ચિમ કુશલ નગર, લિસાડી રોડ, મેરઠ અને વિનીત ગોસ્વામી (૨૯) સોપારી લેનાર જે મુળ બમહેટા, કવિ નગર, ગાઝિયાબાદ તરીકેહોવાનું સામે આવ્યુ છે. પોલીસે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, બે કારતૂસ, ત્રણ લાખની સોપારી અને ગુનામાં વપરાયેલી ચોરીની બાઇક સહિતના મુદ્દામાલ કબ્જાે કર્યો છે.

સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસ પકડાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ કર્યા બાદ આ મામલે તપાસ કરી રહી છેઆ બનાવ અંગે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ડેપ્યુટી પોલીસ કમિશ્નર શ્વેતા ચૌહાણે જણાવ્યું હતું કે ૧૭ મેની રાત્રે લગભગ ૧૦ વાગ્યે અજાણ્યા બાઇક સવારોએ ખાલસા સ્કૂલની સામે વર્કશોપના માલિક મોઇનુદ્દીન કુરેશીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

મોઈનુદ્દીન કુરેશીના નાના ભાઈ રૂકનુદ્દીનના નિવેદન પર કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લાના સ્પેશિયલ સ્ટાફ, એટીએસ અને અન્ય ટીમોએ તપાસ શરૂ કરી હતી. સ્પેશિયલ સ્ટાફ ઈન્સ્પેક્ટર શૈલેન્દ્ર કુમાર શર્મા, એટીેએસ ઈન્ચાર્જ એસઆઈ સંદીપ ગોદારાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તપાસ શરૂ કરી હતી.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસ દ્રારા સીસીટીવી, સીડીઆર અને ડમ્પ ડેટાની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ટીમે ૫૦૦ જેટલા સીસીટીવી કેમેરા જાેયા હતા. આ સિવાય જનતાના ૧૦૦ જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મોઇનુદ્દીનના હત્યારાઓ ખૂબ જ પ્રોફેશનલ છે અને તેઓ કદાચ યુપીના છે.

આરોપીએ સફેદ રંગની અપાચે બાઇક પર સવાર થઇને ઘટનાની જાણ કરી હતી. દરિયાગંજ વિસ્તારની તારા હોટલ પાસે બાઇકને દાવા વગરની હાલતમાં મળી આવી હતી. આ બાઇક મેરઠના મેડિકલ કોલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી મળી આવી હતી.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.