અમે તો સેવા માટે આવ્યા છીએ ભાજપ સત્તા માટે બેઠી છેઃ ઈશુદાન ગઢવી

મોરબી,ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા શરૂ કરી છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી-માળીયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા યોજાશે. જેમાં સ્વાગત કાર્યક્રમ, રેલી, જનસંવાદ, ધાર્મિક સ્થળોની મુલાકાત સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા છે.
આ અનુસંધાને મોરબીમાં ઈશુદાન ગઢવી એ મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં ગુંડા ભર્યા છે અને અહીં મોરબીના વેપારીઓને તથા સીરામીક એસોસિએશનના વેપારીઓને તથા ખેડૂતોને ભાજપની સરકાર હેરાન કરે છે. ભાજપની સરકારમાં અવારનવાર પેપર ફૂટી જાય છે અને તેને કારણે ઘણા બધા આશાસ્પદ યુવાનોનું સરકારી નોકરી મેળવવાનું સપનું રોળાઇ ગયું છે.
અમારી સરકાર ક્યારેય ભ્રષ્ટાચારીઓને સાચવતી નથી.તાજેતરમાં પંજાબમાં આરોગ્યમંત્રી લાંચ લેતા હોય એવી વાત સામે આવી એટલે તરત અમારી સરકારના સીએમ ભગવંત માને તુરંત આરોગ્ય મંત્રીને પુરાવા સાથે જેલભેગા કરી દીધા ત્યારે ભાજપની સરકારમાં તો કેટલા પેપર ફૂટ્યા છે. છતાં હજુ સુધી એક પણ ભ્રષ્ટાચારીને ભાજપની સરકારે જેલ ભેગા નથી કર્યા.
એટલે જ અમે મોરબીમાં પરિવર્તન યાત્રા યોજી છે. મોરબીના પ્રજાના પ્રશ્નોને અમે સાંભળીએ છીએ એને વચન આપીએ છીએ કે જાે અમારી સરકાર આવશે તો આ પ્રશ્નોના નિરાકરણ થશે. કારણ કે, અમે તો સેવા કરવા માટે આવ્યા છીએ. ભાજપની સરકાર સત્તા માટે બેઠી છે.hs2kp