સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવને દિવ્ય વાધા ધરાવવામાં આવ્યા

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્યાત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ વિખ્યાત સાળંગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે તારીખઃ ૨૮/ ૫ / ૨૨ને શનિવારના રોજ પ. પૂજ્ય સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) ની શુભ પ્રેરણાથી એવં કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય વાધા ધરાવવામા આવેલ છે
તથા દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરી સવારે મંગળા આરતી પૂજારી સ્વામીશ્રી ડી, કે, સ્વામી દ્વારા તૅમજ સવારે શણગાર આરતી સાત કલાકે કોઠારી સ્વામી પ. પૂજ્ય શ્રી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાંવાળા) દ્વારા કરવામાં આવેલ જેનો હજારો ભક્તજનોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવેલ હતી.