અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું: સહકારીતાની આત્માને બચાવવામાં ગુજરાતનો સૌથી મોટો ફાળો છે
ગાંધીનગર,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં જાહેરસભાને સંબોધિત કરતા કહ્યું કે ગુજરાતની ધરતી પર આવ્યો છું તો હું માથું ઝુકાવીને બધા નાગરિકોને પ્રણામ કરું છું.
તમે મને જે સંસ્કાર અને શિક્ષા આપી છે, સમાજ માટે જીવવાની વાતો શીખવાડી છે તેના કારણે મેં માતૃભૂમિની સેવામાં કોઇ કસર છોડી નથી.
ત્યાં જ આજે રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલા તરીકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાયો છે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના ૭,૦૦૦થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે.
તે દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું અને પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, કેન્દ્રમાં મોદી સરકારના આવ્યા બાદ અલગથી સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે.
સહકાર મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સહકાર મંત્રાલય બનાવવા માટે લોકોની માંગ હતી જેને મોદી સરકારે પૂર્ણ કરી છે અને મંત્રાલય બનાવવાની સાથે અનેક ર્નિણયો લેવામાં આવ્યા છે જેના કારણે દેશના લાખો લોકોને ફાયદો થયો છે.
સહકાર આંદોલન આઝાદીના સમયથી જ અસ્તિત્વમાં છે અને અમે તેને સહકારીતાની આત્માને બચાવવા માટે ગુજરાતનો સૌથી મોટો ફાળો રહ્યો છે. સહકારીના આંદોલનના મૂળમાં સ્વાવલંબન અને સ્વદેશી છે. વધુમાં સહાક મંત્રી અમિત શાહે જણાવ્યું કે, આજે નેનો યુરિયા પ્લાંટની શરૂઆત થઈ છે.
ત્યાં જ રાજ્યની ઘાસ વીણતી મહિલાઓથી લઇ દૂધ મંડળીઓ અને ખાતરને લઇ વિશેષ પ્રકારના તબક્કામાં કામ કરવાનીગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં ૮૪,૦૦૦થી વધુ મંડળીઓ છે.
આ મંડળીઓ સાથે લગભગ ૨૩૧ લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલા તરીકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનારમાં જાેયા છે.ss3kp