ઉત્તર ગુજરાતમાં ૬૦ ઘરફોડ ચોરી કરનાર કલાસવા ગેંગના સભ્યને ૬.૩૪ લાખના મુદ્દામાલ સાથે દબોચ્યો
ઉત્તર ગુજરાતમાં બંધ મકાનને નિશાન બનાવતી કલાસાવા ગેંગે પોલીસતંત્રના નાકે દમ લાવી દીધો છે. અરવલ્લી,સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ૪૬ ઘરફોડ ચોરીના ગુન્હાનામાં વોન્ટેડ અને અન્ય ૧૪ ઘરફોડ લૂંટ તસ્કરી કરી હાહાકાર મચાવનાર કલાસાવા ગેંગના ખૂંખાર રાજસ્થાનના ખેરવાડાના ખડકાવાયાનો મુકેશ કાવાભાઇ ડામોર નામના શખ્શને અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે ભિલોડા ધોલવણી ચાર રસ્તા પરથી ચોરીના ૬.૩૫ લાખના મુદ્દામાલ સાથે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટિલના જણાવ્યા અનુસાર કલાસાવા ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી જીલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે ભિલોડા સોના-ચાંદીના ચોરીના દાગીના વેચવા કલાસાવા ગેંગનો સાગરીત આવવાનો હોવાથી એલસીબી પોલીસે ભિલોડા ધોલવણી ચાર રસ્તા પર અલગ-અલગ જગ્યાએ ગોઠવાઈ જઈ પેસેન્જર જીપમાં આવી પહોંચેલા મુકેશ કાવાભાઇ ડામોરને બજાર તરફ ચાલતો જતો ઝડપી પાડી આરોપી પાસેથી સોનાની ૧૩૬.૦૨ મિલીગ્રામની ૪ લગડીઓ ૭૪૦ ગ્રામ ચાંદીની લગડીઓ મળી કુલ રૂ.૬૩૪૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો આરોપીએ અરવલ્લી જિલ્લામાં ૮ અને સાબરકાંઠા જિલ્લામાં ૬ માં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા ૧૪ ઘરફોડ ચોરીના ગુન્હા ઉકેલવામાં સફળતા મળી હતી.
કલાસાવા ગેંગના સભ્યો દિવસ દરમિયાન બાઈક પર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા હતા અને બંધ મકાનોની રેકી કરી દિવસ કે રાત્રીના સમયે કટર થી બંધ મકાનના તાળા કાપી લૂંટની ઘટનાને અંજામ આપી રફુચક્કર થઈ જતા હતા