કરજણ નદીમાં ભરૂચના પરિવારના પાંચ સભ્ય ડૂબ્યા

નહાવા પડ્યા બાદ પહેલાં પરિવારનો નાનો છોકરો ડૂબ્યો હતો, એ પછી પરિવારના તમામ સભ્યો ડૂબવા લાગ્યા
નર્મદા, નર્મદાના માંડણ ગામે આવેલી કરજણ નદીમાં ભરૂચના એક જ પરિવારના પાંચ સભ્યોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. રવિવારે આ પરિવાર માંડણના નદી કિનારે ફરવા માટે આવ્યો હતો. ત્યારે તેઓ નદીમાં ડૂબ્યા હતા. જાે કે, રવિવારની મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોના મૃતદેહ આજે મળી આવ્યા છે.
એક જ પરિવારના પાંચ સભ્યોના ડૂબી જવાથી મોત થતા પરિવારમાં પણ ભારે શોક છવાયો છે. પોલીસે પાંચેયના મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામ ખાતે અનેક પ્રવાસીઓ આવે છે. રવિવારે પણ મોટી સંખ્યામાં લોકો હરવા ફરવા માટે ઉમટ્યા હતા. અહીં આવતા પ્રવાસીઓ અહીંની નદીમાં નાહવાનું ચૂકતા નથી.
ત્યારે ભરૂચ જિલ્લાના જાેલવા ગામના એક જ પરિવારના પાંચ સભ્યો પણ માંડણ હરવા ફરવા માટે આવ્યા હતા. અહીં ફરવા આવ્યા બાદ ગરમીથી થોડી રાહત મેળવવા માટે આ પરિવારના પાંચ સભ્યો કરજણની નદીમાં ન્હાવા પડ્યા હતા. નદીમાં નહાવા પડ્યા બાદ પહેલાં પરિવારનો નાનો છોકરો પાણીમાં ડૂબ્યો હતો. એ પછી પરિવારના તમામ સભ્યો ડૂબવા લાગ્યા હતા.
એક જ પરિવારના પાંચ સભ્યો નદીમાં ડૂબ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જાે કે, રવિવારે મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
જ્યારે અન્ય ડૂબેલા લોકોને શોધવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સિવાય સોમવારે સવારે વડોદરાથી જીડ્ઢઇહ્લની ટીમ પણ મદદ માટે પહોંચી હતી. ભારે જહેમત બાદ ટીમે પરિવારના અન્ય ચાર સભ્યોનાં મૃતદેહ શોધી કાઢ્યા હતા.આ ઘટના બાદ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
ત્યારે પોલીસ તપાસમાં મૃતકોના નામ ખુશીબેન ચૌહાણ, જનકસિંહ બલવંતસિંહ પરમાર, જીગનીશાબેન પરમાર, પૂર્વરાજ જનકસિંહ પરમાર, વીરપાલસંહ પરબતસિંહ ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ તમામ લોકોનાં મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.SS3KP