રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૩૪ કેસ નોંધાયા
અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૯૯૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે ઃ રિકવરી રેટ ૯૯.૦૯ ટકા થયો
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૩૪ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૬ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૯૯૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૨૫,૪૭૩ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૧૬ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૨૧૬ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૩,૯૯૭ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૨૫, વડોદરા કોર્પોરેશનમાં ૫, ગાંધીનગર ૧, રાજકોટ ૧, સુરત કોર્પોરેટર ૧, વલસાડમાં ૧ એમ કુલ ૩૪ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૬૪૨ નાગરિકોને રસીનો પ્રથમ અને ૮૩૨૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૭૧ ને રસીનો પ્રથમ અને ૯૧૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૧૩૯૧ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો.
૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૪૨૫ ને રસીનો પ્રથમ અને ૩૭૧૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૨૫,૪૭૩ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૯,૩૧,૬૦૬ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP