ભાજપ આદિવાસી મતદારોને રિઝવવા એડીચોટીનો જાેર લગાવી રહી છે

પ્રતિકાત્મક
લોકોને પાકા રસ્તા આપ્યા હવે ખેતરને સિંચાઇ અને કાચા રસ્તા માટે બીજેપી તૈયારી કરીને બેઠી છે ઃ પાટીલ
નર્મદા, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગરની ગાદી પર બેસવા માટે આદિવાસી મતો વિના ચાલે એમ નથી, માટે આદિવાસી મતો માટે સમરાંગણ સર્જાઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે તે પહેલાં તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા એડીચોટીનું જાેર લગાવી રહી છે. રાજકીય પાર્ટીઓ જાતિજ્ઞાતિના સમીકરણો પર ભાર મુકી રહી છે.
ભાજપ પણ આદિવાસી મતદારોને રિઝવવા એડીચોટીનો જાેર લગાવી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નર્મદા જિલ્લાના પ્રવાસે છે. પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના અંતર્ગત પાટીલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. નર્મદા જિલ્લાને બીટીપીનો ગઢ માનવામાં આવે છે. ૧૮૨ના લક્ષ્યાંકને પાર પાડવા ભાજપે આદિવાસીઓને રીઝવવા કવાયત શરૂ કરી છે.
નર્મદામાં સીઆર પાટીલ આજે જણાવ્યું હતું કે, માં નર્મદાના તટે રેલી કાઢી મને એમ કે રેલી હશે પણ ખૂબ મોટો રેલી નીકળ્યો છે. આખા ગુજરાતમાં આ ખૂબ મોટો રેલો જાેઈ સામે વાળાને ઉમેદવાર નહિ મળે. એટલે ઉમેદવારી નહિ કરે અને બીજેપીમાં જાેડાઈ જશે. પ્રધાનમંત્રી આદિવાસી ઉત્કર્ષની વાત કરે છે.
આદિવાસી ભાઈઓ આજે પ્લેન લઈને ઊંડે છે. આદિવાસીઓ માટે કેન્દ્ર અને ગુજરાત સરકારની મ્ત્નઁ સરકાર કામ કરે છે.પાટિલે જણાવ્યું હતું કે, રાજપીપળામાં ૧૦ કરોડનાં ખર્ચે સાયન્સ સેન્ટર મંજૂર થયું. નર્મદામાં એક સાથે ૧૦ કરોડ મંજૂર કર્યા તે બદલ સીએમને અભિનંદન… દરેકને લોકોને પાકા રસ્તા આપ્યા હવે ખેતરને સિંચાઇ અને કાચા રસ્તા માટે બીજેપી તૈયારી કરીને બેઠી છે. નર્મદા તટે દરેક ખેતરને પાણી પણ મળશે.
પાટિલે જણાવ્યું હતું કે, આજથી ૧૦૦ વર્ષ પહેલાં બીમારી નહિ પણ ભૂખમરાથી લોકો મર્યા હતા, પણ આ કોરોના કાલમાં વેક્સિનની શોધ થઈ અને આપડે સલામત છીએ. દરિયાઈ માર્ગે બંધ હતો છતાં આપણા દેશનાં વિજ્ઞાનિકોએ વેક્સિન શોધી. એ મોદી સાહેબની કુનેહ છે. તેમણે દરેકને મફત વેક્સિન આપી. દેશનાં દરેક લોકોને સુરક્ષિત કર્યા, તેમણે એક નહિ બે ડોઝ નહીં પણ પિકોશન ડોઝ આપીને લોકોને સુરક્ષિત કર્યા છે.ss3kp