જીવના જાેખમે લોકો કરી રહ્યા છે મોતની સવારી

બોટાદ, વાહનોની ઉપર નીચે બેસીને વતન જતાં લોકો પોતાની જિંદગી સાથે ખિલવાડ કરી રહેલા નજરે પડે છે. વાહનચાલકો પણ આ તકનો લાભ લેવા માટે મુસાફરોને ઘેટા બકરાની જેમ પોતાના વાહનમાં ભરી જનતાની જિંદગી સાથે રમત રમી રહ્યા છે.
ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. બોટાદમાં તુફાન ગાડીમાં જીવના જાેખમે લોકો મુસાફરી કરી રહ્યા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.
બરવાળા-અમદાવાદ હાઈવે પરને એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ટૂ વ્હીલર તુફાન ગાડીની ઉપર રાખીને લોકો બેસી રહેલા નજરે પડી રહ્યા છે. પૂરઝડપે જઈ રહેલી તુફાન ગાડીમાં ઉપર બેસીને લોકો મુસાફરી કરી રહ્યા છે. ગાડી ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની પણ સંભાવના છે. હાઈવે તુફાન ગાડીમાં આ પ્રકારની મુસાફરી છતા ટ્રાફિક પોલીસ અથવા ઇ્ર્ંએ કામગીરી ન કરતા અનેક સવાલ થયા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે. બોટાદમાં તુફાન ગાડીમાં જીવના જાેખમે લોકો મુસાફરી કરી રહ્યા છે. બરવાળા-અમદાવાદ હાઈવે પરના આ વીડિયોમાં ગાડી પર ટૂ વ્હીલર રાખીને લોકો બેસી રહેલા નજરે પડી રહ્યા છે.
લોકો જીવના જાેખમે ગાડીની ઉપર ખીસોખીસ બેઠેલા જાેવા મળી રહ્યા છે. ગાડી ઉપર જીવના જાેખમે બેઠેલા લોકો અને બે ફામ ચાલી રહેલી તુફાન ગાડી હાઈવે પર જનારા લોકોના શ્વાસ પર અધ્ધર કરી દે તેવા દ્રશ્ય છે. આ વીડિયોને કારણે વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ વિભાગ પર અનેક સવાલો ઉભા થયા છે.
આ વીડિયો જાેઈને લોકોના દીલના ધબકારા વધી ગયા છે. ડ્રાઈવરની એક ભૂલ કેટલા લોકોની જિંદગી ઉઝાડી શકે છે તેનો ખ્યાલ પણ કોઈને નથી. ત્યારે લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં ગાડીમાં આ પ્રકારે બેસીને લોકો કેમ મુસાફરી કરે છે? અન્ય ગાડીનો ઉપયોગ કરીને લોકો કેમ મુસાફરી કરતા નથી? બીજી બાજુ ટ્રાફિક પોલીસ આવા વાહન ચાલકો સામે કેમ કાર્યવાહી કરતી નથી?
એટલું જ નહીં, સ્થાનિક પણ વાહન ચાલકોને કેમ છાવરે છે? રસ્તા પર અકસ્માત થાય તો જવાબદાર કોણ? જેવા અનેક વેધક સવાલો ઉભા થયા છે. આપણે અનેક વખત જાેયું હશે કે વાહનોમાં મુસાફરો ઉપર નીચે બેસીને જીવના જાેખમે મુસાફરી કરતા હોય છે.
વાહનચાલકો પણ લાભ લેવા માટે મુસાફરોને ઘેટા બકરાની જેમ પોતાના વાહનમાં ભરી જનતાની જિંદગી સાથે રમત રમી રહ્યા છે. લક્ઝરી બસો અને જીપોની છત મુસાફરોથી ખીચોખીચ ભરેલી જાેવા મળી રહે છે.
આવા અનેક વીડિયો સામે આવતા હોય છે પરંતુ તેમાં કે અધિકારીઓને કઈ પડી હોતી નથી. પોલીસને આવા વાહનો રોકવામાં કોઈ રસ જણાતો નથી કારણ કે દરેક મહિનાની શરૂઆતમાં જ પોલીસ આ વાહનચાલકો પાસેથી મસ્ત મોટા હપ્તા લઈને અને તેમને મનફાવે તેટલા મુસાફરો પોતાના વાહનોમાં ભરવાની પરવાનગી આપી દે છે. પછી ભલે ને જનતાનું જે થવું હોય તે થાય.SS1MS