રાખી માટે ડાન્સ એકેડેમી ખોલશે બોયફ્રેન્ડ આદિલ
મુંબઈ, છેલ્લા થોડા દિવસથી બોલિવુડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત પોતાની લવલાઈફના કારણે ચર્ચામાં છે. રાખી સાવંત અને તેનો બોયફ્રેન્ડ આદિલ ખાન દુરાની હાલમાં જ દુબઈથી પાછા આવ્યા છે. એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે, રાખી અને આદિલ મુંબઈમાં એકસાથે રહેવા લાગ્યા છે.
જી, હા રાખી સાવંત અને તેનો બોયફ્રેન્ડ લિવ-ઈનમાં રહેવા લાગ્યા છે. હજી તો આ મહિનાની શરૂઆતમાં જ સમાચાર આવ્યા હતા કે રાખી સાવંત પ્રેમમાં પડી છે પરંતુ બંનેનો સંબંધ તો ફોર્થ ગિયરમાં આગળ વધી રહ્યો છે. રાખી મુંબઈમાં બોયફ્રેન્ડ આદિલ સાથે રહે છે એ વાતની પુષ્ટિ પણ તેણે જ કરી દીધી છે. રાખીએ વાત કરતાં કહ્યું, હા, હું અને આદિલ સાથે છીએ અને એકસાથે જ રહીએ છીએ.
આદિલ ટૂંક સમયમાં જ મુંબઈ શિફ્ટ થઈ શકે છે. અમે દુબઈ જઈને આવ્યા બાદ સાથે રહેવા લાગ્યા છીએ. જણાવી દઈએ કે, ગત અઠવાડિયે જ આદિલ પોતાના કઝિન્સ અને પરિવારજનો સાથે મુલાકાત કરાવવા માટે દુબઈ લઈ ગયો હતો. આદિલ બિઝનેસમેન છે અને તેનો બિઝનેસ મૈસૂર અને બેંગ્લુરુમાં વ્યાપેલો છે. હવે આદિલ મુંબઈમાં પણ બિઝનેસ શરૂ કરવા માગે છે.
“આદિલનો કારનો બિઝનેસ છે અને હવે તે તેને મુંબઈમાં વિસ્તારવા માગે છે”, તેમ રાખીએ આગળ જણાવ્યું. આદિલે અગાઉ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે અને રાખી મુંબઈમાં ડાન્સ એકેડેમી શરૂ કરવા માગે છે. ત્યારે રાખીએ વાત પૂરી કરતાં કહ્યું, “અમે ટૂંક સમયમાં તે પણ શરૂ કરવાના છીએ.” તાજેતરમાં જ રાખીને રોશિના દેલાવરી નામની યુવતીનો ફોન આવ્યો હતો.
જેણે પોતાની ઓળખ આદિલની ગર્લફ્રેન્ડ તરીકે આપી હતી. આ જાણ્યા બાદ રાખીને ધક્કો લાગ્યો હતો. દુબઈથી રાખી અને આદિલે ઈટાઈમ્સ ટીવીને આપેલા જાેઈન્ટ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, રાખી રોશિના વિશે જાણ્યા બાદ ખૂબ રડી હતી. જાેકે, આદિલે સ્પષ્ટતા કરી હતી કે રોશિના તેની પૂર્વ પ્રેમિકા છે.SS1MS