દર ૩ માંથી બે લોકો મોદી સરકારની કામગીરીથી ખુશ

નવીદિલ્હી, હાલ વધતી જતી મોંઘવારીને લઈને મોદી સરકાર સામે લોકોની નારાજગી છે તેમ છતાં દર ત્રણમાંથી બે લોકોએ એક સર્વેમાં જણાવ્યુ હતું કે મોદી સરકાર બીજી ટર્મમાં અપેક્ષામાં ખરી ઉતરી છે.
લોકલ સર્કલરો સરકારનાં બીજા કાર્યકાળ (ટર્મ)ના કામકાજ પર તાજેતરમાં સર્વે કર્યો હતો. આ સર્વેમાં ૬૭ ટકા લોકો ભાજપ સરકારના કામકાજથી ખુશ જાેવા મળ્યા છે. જાેકે મોટાભાગનાં લોકો બેરોજગારી અને મોંઘવારીથી નારાજ જાેવા મળ્યા હતા.
૮ વર્ષથી લોકલ સર્કલ્સ દર વર્ષે સરકારનાં કામકાજ પર લોકોના અભિપ્રાય લેતું રહ્યું છે.આ વર્ષે સર્વેમાં દેશના ૩૫૦ જીલ્લામાં ૬૪ હજાર લોકોમાંથી ૨,૨૧૦૦૦ જવાબ મળ્યા હતા. સર્વેમાં સામેલ ૬૨ ટકાનું માનવું ચે કે કપોરોના મહામારીની શરૂઆતથી જ સરકારે તેનો સારી રીતે સામનો કર્યો હતો.તેમનું કહેવું છે કે સરકારે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે સાચા ઉપાય કર્યા હતા.
પર ટકા લોકોએ માન્યુ હતું કે કોરોનાની ત્રણ લહેરો દરમ્યાન સરકારે આર્થિક હાલતને સારી રીતે સંભાળી હતી. વર્ષ ૨૦૨૧ ના સર્વેમાં ૬૬ ટકા લોકોએ કહ્યું હતું કે સરકારે આર્થિક હાલત સુધારવા માટે સારી રીતે કામ કરેલુ.
૭૦ ટકા લોકોનું કહેવુ છે કે સરકારે કોરોના સામેની લડાઈમાં વેકસિન બનાવવા અને લોકોને રસી લગાવવામાં પ્રભાવશાળી કામ કર્યું છે. ૪૬ ટકા લોકોનું કહેવુ છે કે ત્રણ વર્ષમાં કરપ્શનમાં ઘટાડો થયો છે. ૬૦ ટકા લોકોએ માન્યુ છે કે સરકારે પ્રભાવશાળી રીતે સાંપ્રદાયિકતાના મુદ્દાનો નિવેડો લાવી છે.
૮૧ ટકા લોકોનું કહેવુ છે કે આતંકવાદ સાથે જાેડાયેલા મામલામાં ઘટાડો થયો છે. આ સર્વેમાં ૩૭ ટકા લોકોએ જણાવ્યું હતું કે બેરોજગારી ગંભીર સમસ્યા છે.ત્રણ વર્ષથી મોદી સરકાર આ સમસ્યા નિવારવા પ્રયાસ કરી રહી છે.HS1MS