૧૦ મિનિટમાં પિત્ઝા ડિલિવરી સર્વિસ પર ટીએમસી સાંસદ ભડક્યા

નવીદિલ્હી, ફુડ ડિલિવરી સર્વિસમાં જાણે સ્પર્ધા થઇ રહી હોય એવું લાગી રહ્યું છે. કંપનીઓ જેમ બને તેમ જલ્દી અને ઝડપથી ગ્રાહકોને ફુડ કે જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેના માટે સતત પ્રયાસ કરતા રહે છે.એક કંપનીએ ૧૦ મિનિટની અંદર ફુડ ડિલિવરી કરવાનું વચન આપતા પશ્ચિમ બંગાળના મહિલા સાંસદ ભડક્યા છે અને તેમણે કહ્યું કે આના માટે નિયમો બનવા જાેઇએ.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વીટ કર્યું હતું કે તે સંસદના આગામી ચોમાસુ સત્રમાં ૧૦ મિનિટની અંદર ફુડ ડિલિવરી સર્વિસના ફૂડ ઓર્ડરિંગ એપ્સના વચનનો મુદ્દો ઉઠાવશે. સાંસદે કહ્યું કે ૧૦ મિનિટમાં ભોજન પહોંચાડવાનું વચન માત્ર ડિલિવરી કરનાર વ્યક્તિને ટ્રાફિકના નિયમો તોડવા માટે મજબૂર કરતું નથી, પરંતુ અન્ય લોકોના જીવને પણ જાેખમમાં મૂકે છે. ટીએમસી સાંસદે આવી સેવા માટે નિયમ બનાવવાની હાકલ કરી હતી.
પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરની સાંસદ મહુઆએ દલીલ કરી હતી કે, આપણે જ્લદી પિત્ઝા ખાવા માટે આ બધું કરી રહ્યા છીએ. પરંતુ કોઈ પણ સંસ્કારી સમાજ એવી સેવાને પ્રોત્સાહિત કરશે નહીં જે પિત્ઝા ખાતર નિયમો અને કાયદાનો ભંગ તતો હોય ભંગ કરે.
માર્ચમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ર્ઢદ્બટ્ર્ઠંને તેની ૧૦ મિનિટની ડિલિવરી સેવા માટે સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણાએ કહ્યું હતું કે કંપનીનું પગલું ડિલિવરી ભાગીદારોને મુશ્કેલ અને અસુરક્ષિત કામકાજ માહોલમાં ધકેલશે.
ટીકા પર સ્પષ્ટતા કરતા, ઝોમોટોના સ્થાપક દીપેન્દ્ર ગોયલે ટ્વીટ કર્યું હતું કે ૧૦-મિનિટની ડિલિવરી સેવા માત્ર ચોક્કસ, નજીકના સ્થાનો અને લોકપ્રિય વસ્તુઓ માટે જ હશે. ગોયલે કહ્યું હતું કે, ઝોમેટો ડિલિવરી પાર્ટનરને મોડી ડિલિવરી માટે કોઈ સજા નહીં મળે. જ્યારે ૧૦ અને ૩૦ મિનિટની ડિલિવરી માટે, સમયસર આવવા માટે કોઈ પુરસ્કાર નહીં મળે.
ઝોમોટો એવી પહેલી કંપની નથી કે જેણે ૧૦ મિનિટમાં ડિલિવરી સેવા આપવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હોય. ૨૦૨૧માં, ઓનલાઇન ગ્રોસરી સ્ટાર્ટઅપ ગ્રોફર્સ (હવે બ્લિંકિટ) ના સ્થાપક જે ૧૦ મિનિટમાં કરિયાણાની ડિલિવરી કરવાનું વચન આપે છે તેને પણ ટીકાઓનો સામનો કરવો પડ્યો. કંપનીના માલિકો આનાથી દુઃખી થયા હતા અને તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે કંપનીની ટીકા જાેઈને મારું હૃદય તૂટી ગયું છે.HS1MS