આસામમાં પૂરથી અત્યાર સુધી ૩૬ લોકોના મોત,કુલ ૨,૯૦,૭૪૯ લોકો પ્રભાવિત થયા

ગુવાહાટી,ભારે વરસાદના કારણે આસામમાં આવેલા ભીષણ પૂરની સ્થિતિમાં સુધારો થયો કારણકે રાજ્યની બધી નદીઓ હવે જાેખમના નિશાન નીચે વહી રહી છે. જાે કે, રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના રિપોર્ટ મુજબ પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધી ૩૬ લોકોના જીવ ગયા છે અને પૂરના કારણે અત્યાર સુધી કુલ ૨,૯૦,૭૪૯ લોકો પ્રભાવિત થયા છે.
૩.૦૭ લાખથી વધુ લોકોનુ જીવન થયુ પ્રભાવિત નાગાંવ પૂરના કારણે સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. પૂરને કારણે ૩.૦૭ લાખથી વધુ લોકોનુ જીવન પ્રભાવિત થયુ છે. તે પછી કચરમાં ૯૯,૦૬૦ લોકો અને મોરીગાંવમાં ૪૦,૮૪૩ લોકો પ્રભાવિતલ થયા છે.અહેવાલો મુજબ ઓછામાં ઓછા ૨૫,૩૭૨ લોકોએ ૮૮ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે જ્યારે ચાર રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત છે.
કચરમાં રાહત શિબિરોમાં સૌથી વધુ ૨૧,૭૨૧ લોકો છે. જ્યારે નાગાંવમાં આવી અસ્થાયી સુવિધાઓમાં ૩,૫૪૬ લોકો છે. હાલમાં રાજ્યના પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ૪૦૧ ગામો પાણીમાં ડૂબી ગયા છે અને ૧૬,૫૬૨ હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયુ છે. કચર, દિમા હસાઓ અને ઉદલગુરીમાં પાળા, રસ્તા, પુલો અને અન્ય માળખાગત સુવિધાઓને પણ પૂરના પાણીથી નુકસાન થયુ છે.
જ્યારે કુલ ૧,૫૫,૨૬૯ પાળેલા પ્રાણીઓ પૂરને કારણે પ્રભાવિત થયા છે. ૫૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત પૂરના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે રેલ્વેના પાટા નીચેથી જમીનનો મોટો હિસ્સો ધોવાઈ ગયો હતો. જેના કારણે ટ્રેકને નુકસાન થયુ હતુ અને રેલ્વે ટ્રાફિકને પણ અસર થઈ હતી.
આસામના મુખ્યમંત્રીએ પૂરથી પ્રભાવિત દિમા હસાઓ જિલ્લા માટે ૫૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ૨૫ મેના રોજ મુખ્યમંત્રી સરમાએ દિમા હસાઓ જિલ્લાની મુલાકાત લીધી હતી. સરમાએ રાહત શિબિરોના લોકો સાથે વાતચીત કરી હતી અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનની સમીક્ષા પણ કરી હતી.hs2kp