પાટણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારીઓ થઈ શરૂ

પાટણ,જગન્નાથપુરી અને અમદાવાદ પછીની ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાં અષાઢીબીજનાં પવિત્ર દિવસે નિકળતી ભારતની ત્રીજા નંબરની ભગવાન જગન્નાથજીની ચાલું વર્ષે ૧૪૦મી રથયાત્રાને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત જગન્નાથ રથયાત્રા સમિતિ અને સ્વયં સેવકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
રથયાત્રાનાં આયોજનને લઈને જગન્નાથ મંદિર પરિસર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પાટણ શહેરમાં છેલ્લા બે વષૅથી કોરોનાની મહામારીના કારણે જગતનાથ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરકારની ગાઈડ લાઈન મુજબ ખુબજ સાદગીપૂર્ણ રીતે નિકળી હતી. ચાલું વર્ષે જગતના નાથ ભગવાન જગન્નાથજીની કૃપાથી કોરોનાની મહામારી દુર થઇ છે.
જેને લઇને આગામી અષાઢીબીજનાં પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી ભગવાન જગન્નાથજીની નિકળનારી ૧૪૦મી રથયાત્રાનું જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત રથયાત્રા સમિતિ દ્વારા ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આગામી અષાઠીબીજનાં પવિત્ર દિવસે નિકળનારી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની ૧૪૦મી રથયાત્રાના આયોજનને સફળ બનાવવા જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત જગન્નાથ રથયાત્રા સમિતિ સહિતના સ્વયં સેવકો દ્વારા મંદિર પરિસર ખાતે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
આ રથયાત્રામાં શહેરીજનો પણ સહિયોગી બની રહે તેવી શુભ ભાવના સાથે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ, રથયાત્રા સમિતિ અને સ્વયં સેવકોની જુદી જુદી પાંચ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દાન, ભેટ અને લોક ફાળા સાથે પ્રસાદ માટે નો સીધા સામાન એકત્ર કરવાની કામગીરી નો પ્રારંભ જય રણછોડ માખણ ચોરનાનાં ગગનભેદી નારા સાથે કરવામાં આવ્યો છે.
શહેરીજનોએ પણ જગતના નાથ ભગવાન જગન્નાથજી ૧૪૦મી રથયાત્રા માટે તન મન અને ધનથી ઉદાર હાથે પોતાનો લોક ફાળો જગન્નાથ મંદિર રથયાત્રા સમિતિની પાવતી મેળવી આપવા જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિનાં પ્રમુખ પિયુષભાઈ આચાયૅ દ્વારા અપીલ કરવામાં આવી છે.HS3KP