મોદીએ ગાડી રોકાવીને મહિલા પાસેથી હીરાબાનો સ્કેચ સ્વિકાર્યો

શિમલાના પ્રવાસ દરમ્યાન મોદીએ યુવતીનું નામ પુછીને થોડી વાત કરીને માથે હાથ મૂકતા આશીર્વાદ પણ આપ્યા
શિમલા, પોતાની સરકારના આઠ વર્ષ પૂરા થવાનો જશ્ન મનાવવા માટે મંગળવારે શિમલા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહિલા ચિત્રકારે તેમની માતાનો સ્કેચ ભેટમાં આપ્યો.કાર્યક્રમ પૂરો થયા બાદ પીએમ જ્યારે પાછા ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની નજર ભીડમાં ઉભેલી એક યુવતી પર પડી જેણે પોતાના હાથમાં તેમની માતાનો સ્કેચ પકડ્યો હતો.
પીએમ મોદીએ તાત્કાલિક પોતાની ગાડીને રોકી અને ભીડની વચ્ચે યુવતી નજીક પહોંચ્યા. પીએમે પોતાની માતાનો સ્કેચ સ્વીકાર કરતા ચિત્રકારને તેમનુ નામ પૂછ્યુ.સાથે જ પૂછ્યુ, સ્કેચ જાતે બનાવો છો, કેટલા દિવસમાં બનાવ્યો અને તમે ક્યાં રહો છો. જવાબમાં યુવતીએ કહ્યુ, હુ શિમલામાં રહુ છુ અને એક દિવસમાં સ્કેચ બનાવ્યો છે.
યુવતીએ આગળ કહ્યુ, મે તમારો પણ સ્કેચ બનાવ્યો છે પરંતુ અમુક કારણસર લાવી શકી નહીં. જેની પર પીએમ નરેન્દ્ર મોદીએ યુવતીના માથે હાથ મૂકતા આશીર્વાદ પણ આપ્યા. જાણકારી અનુસાર શિમલાના ટૂટીકંડીમાં રહેતા હરિયાણાના રેવાડીના ચિત્રકાર અનુ યાદવે પીએમ મોદીની માતાનો સ્કેચ બનાવ્યો હતો.અનુએ જણાવ્યુ કે તેમને પીએમને તેમની માતાનો સ્કેચ ભેટમાં આપીને ખૂબ ખુશી થઈ છે.
અગાઉ મોદીએ કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂરા થવાના અવસરે શિમલામાં આયોજિત કરવામા આવેલા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ ગરીબ કલ્યાણ સંમેલનમાં ઐતિહાસિક રિજ મેદાનમાંથી દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમને સાંભળવા માટે પ્રદેશમાંથી મોટી સંખ્યામાં લોકો ઐતિહાસિક રિજ મેદાન પહોંચ્યા. કેન્દ્રના આઠ મંત્રાલયોની ૧૬ યોજનાઓ હેઠળ દેશના દરેક જિલ્લામાંથી પસંદ કરાયેલા લાભાર્થીઓ સાથે પણ પીએમ મોદીએ વર્ચુઅલ સંવાદ કર્યો. સાથે જ કિસાન સમ્માન નિધિના ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો ૧૧ મો હપ્તો પણ જારી કર્યો.SS3KP