કોંગ્રેસ પોતે સુધરતી નથી અને અમને પણ ડુબાડશે: પ્રશાંત

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ સાથે નહીં જવાનું મન મનાવી લીધું હતું : પ્રશાંત કિશોર
After losing Assembly elections in Uttar Pradesh, he decided not to go with Congress: Prashant Kishor
નવી દિલ્હી, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીને ડૂબતી નાવ ગણાવી છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી દીધા છે. આ સાથે તેમણે હાથ જાેડીને કહ્યું કે, કોંગ્રેસની સાથે હવે ક્યારેય કામ નહી કરુ.પ્રશાંત કિશોરે સોમવારે બિહારના હાજીપુરમાં કહ્યું કે, પાર્ટીના કારણે તેમની ચુંટણી જીતવાનો રેકોર્ડ પણ ખરાબ થયો છે.
જાે કોઈ યંગ છોકરો હોય અને તેને સરકારી નોકરી મળે, તો સારું છે. તેને પણ સરકાર સાથે મળીને કામ કરવું જાેઈએ.વધુમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, ધારો કે તમે સિંચાઈના નિષ્ણાત છો અથવા પબ્લિક હેલ્થના નિષ્ણાત હતા. અમે સરકારમાં નથી, પરંતુ જાે સરકાર તક આપે તો અમે અહીં આવીને બે વર્ષ કામ કરી શકીએ છીએ. આ બાબતે પીએમ મોદી સાથે મારો મતભેદ પણ થઇ ગયો.
આ સિવાય તેમણે ૨૦૧૫ માં નીતિશ કુમાર સાથેની મુલાકાત યાદ કરતા કહ્યું કે, નિતિશ કુમારે બિહારમાં આવીને કામ કરવાની વાત પણ કરી, જેમા તેમણે બિહાર વિકાસ મિશન યોજના પણ શરુ કરી હતી. આ યોજનાના કારણે યુવાનોને નોકરી પણ મળી.પરંતૂ જેટલુ પીકે ઇચ્છતા હતા તે પ્રમાણે ન મળી. જે બાદ પીકે ત્યાંથી ચાલ્યા આવ્યા.
પીકે કહે છે કે, બિહારમાં ૨૦૧૫માં મહાગઠબંધનની ચૂંટણી હતી, ૨૦૧૭માં પંજાબની ચૂંટણી જીત્યા. ૨૦૧૯માં જગન મોહન રેડ્ડીની સાથે આંધ્ર પ્રદેશની ચૂંટણી જીત્યા. ૨૦૨૦ માં કેજરીવાલની સાથે દિલ્હીની ચૂંટણી જીત્યા, જે બાદ વર્ષ ૨૦૨૧માં તામિલનાડુ અને પશ્વિમ બંગાળની ચૂંટણી જીત્યા,૨૦૧૭ માં એક ચૂંટણી યુપીમાં હારી ગયા, જેથી મેં નક્કી કર્યું હતુ કે કોંગ્રેસની સાથે હવે નથી જવું.
આ બધી ચર્ચાઓ વચ્ચે પ્રશાંત કિશોરે હસતા હસતા કોંગ્રેસ પાર્ટી વિશે કહ્યું કે,જે કોંગ્રેસ પોતે સુધરતી નથી અને અમને પણ ડુબાડી દેશે, પણ કોગ્રેંસને લઇને એક સમ્માન પણ છે, પણ જેમ મેં કહ્યું એ હાલની કોંગ્રેસની સ્થિતિ છે. વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૧ની વચ્ચે ૧૧ ચૂંટણી વચ્ચે રહ્યુ, જેમાથી ૧ જ ચૂંટણી હાર્યા,જે છે ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી., જેમાં હું કોગ્રેંસની સાથે હતો, ત્યારથી મેં વિચાર કરી લીધો હતો કે, હવે આ લોકો સાથે કામ નથી કરવુ, આ લોકોએ મારો ટ્રેક રેકોર્ડ ખરાબ કરી નાંખ્યો છે.
પણ આ હારમાંથી પણ મને ઘણુ બધુ શીખવા મળ્યુ છે. આ સિવાય તેમણે કહ્યું કે, પશ્વિમ બંગાળમાં એક રીતે બીજેપી સાથે શરત લાગી ગઇ હતી,અમે કહ્યું હતુ કે, બીજેપીની હાર થશે અને તેને ૧૦૦ની નીચે જ રોકી દઇશું, જાે અમે તેને ન રોકી શક્યા તો હું આ કામ છોડી દઇશ. ચૂંટણીનું પરિણામ આવ્યું અને ૭૭ પર બીજેપી અટકી ગઇ. બસ જ્યારે મારી વાત સાચી પડી તો મેં વિચાર્યું કે બહુ થઇ ગયુ આ કામ હવે કંઇક બીજુ કરીએ.SS3KP