મોદીના સુશાસનના ૮ વર્ષ પૂર્ણ થતાં ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું
મહેસાણા, રાષ્ટ્રમાં કેન્દ્ર સરકારના સુશાસનના ૮ વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હિમાચલ પ્રદેશમાં યોજાયેલા રાષ્ટ્ર વ્યાપી ‘ગરીબ કલ્યાણ સંમેલન’માં હાજરી આપી વર્ચ્યુઅલ રીતે દેશના જૂદા જૂદા રાજ્યના નાગરિકો સંબોધન કર્યું હતું. કેન્દ્ર સરકારની વિવિધ યોજના વિષય પર યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો એ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના વતન એવા મહેસાણા જિલ્લામાં રહેતા અરવિંદભાઈ પટેલ સાથે સંવાદ કર્યો હતો.
Garib Kalyan Sammelan was held on the completion of 5 years of Modi’s good governance
લાભાર્થી અરવિંદભાઈએ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લઇ મંડપ ડેકોરેશનના વ્યવસાયમાં પ્રગતિ કરી અન્ય નાના કામદારોને પણ રોજગારી આપી આર્ત્મનિભર ભારતની દિશામાં કાર્ય કર્યું હોવાની ચર્ચા કરી હતી. સંવાદ દરમિયાન વડાપ્રધાન દ્વારા લાભાર્થીની દીકરી રમતગમત ક્ષેત્રેમાં હોવાનું જાણી દીકરી ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અરવિંદભાઈ મહેસાણા શહેરમાં સોમેશ્વર બંગલોઝમાં વસવાટ કરે છે અને સુરભી મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરે છે.
તેમણે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાંથી રૂપિયા ૭ લાખ ૨૦ હજારની લોન મેળવી હતી અને લોન મેળવ્યા બાદ તેઓના વ્યવસાયમાં વધારો થતાં પહેલાં આઠ રોજગારી આપતા હાલમાં તેઓ બાર લોકોને રોજગારી આપી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા જિલ્લાના પ્રભારીમંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ મહેસાણામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારના સુસસનનો અનુભવ પોતાના સંબોધનમાં વર્ણવ્યો હતો.SS3KP