Western Times News

Gujarati News

મહિલાઓએ જીમમાં ટ્રેડમિલ પર કર્યા ગરબા

નવી દિલ્હી, ગુજરાતીઓને ગરબાનું કેટલું ઘેલું છે અને ગરબા રમવા માટે તેઓ કેટલા તત્પર હોય છે એ આખી દુનિયા જાણે છે. એટલે જ ગરબાના અવનવા વિડિયોઝ ઇન્ટરનેટ પર પણ વાયરલ થતા જાેવા મળે છે. પરંતુ તાજેતરમાં ગરબાનો જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેને જાેઈને લોકો ચોંકી ગયા છે. આ વિડીયોમાં મહિલાઓ ટ્રેડમિલ પર ચાલતા ચાલતા ગરબાના સ્ટેપ્સ કરી રહી છે.

The women do garba on a treadmill in the gym

વિડીયોમાં જાેઈ શકાય છે કે દરેક મહિલા ટ્રેડિશનલ આઉટફિટમાં છે. તેઓ એકદમ પરફેક્ટલી સ્ટેપ્સ કરી રહ્યા છે જેને જાેઇને દરેક જણ મંત્રમુગ્ધ થઈ ગયું છે. આ વિડીયોને ગરબા વર્લ્‌ડ નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યારસુધીમાં ૨ મિલિયનથી પણ વધુ વખત જાેવામાં આવ્યો છે.

જાે કે, ઇન્ટરનેટ પર યુઝર્સનું કહેવું છે કે જાે કોઈએ બેલેન્સ ગુમાવ્યું હોત, તો આ ખતરનાક સાબિત થઈ શકતું હતું. તમે અત્યારસુધીમાં ગરબાના બહુ બધા પર્ફોર્મન્સ જાેયા હશે, પણ આ બધાથી અલગ છે કારણકે આ વિડીયોમાં ખેલૈયા ટ્રેડમિલ પર ડાન્સ કરી રહ્યા છે.

એ વાતથી આશ્ચર્ય જરૂર થાય કે તેમણે ટ્રેડમિલ પર ગીત અને ગરબાનું આટલું અદ્ભુત સમન્વય કર્યું. તમે પણ જુઓ આ વિડીયો- કેટલાક લોકોએ આ ખેલૈયાઓના ખૂબ વખાણ કર્યા, તો કેટલાક લોકો એ વાતને અવગણી ન શક્યા કે આ કેટલું જાેખમી બની શકે તેમ હતું.

એક યુઝરે લખ્યું, ‘ટ્રેડમિલ પર લહેંગો પહેરવો એકદમ અસુરક્ષિત!’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આમ કરવું બહુ ખતરનાક છે. જાે કપડું ફસાઈ જાત તો મોટી દુર્ઘટના ઘટી હોત.’ તમારું આ વિડીયોને લઇને શું માનવું છે?SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.