ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અયોધ્યા ધામમાં તૈયાર થશે એ દિવસ હવે બહુ દુર નથી: યોગી
અયોધ્યા, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. મંદિર નિર્માણ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજથી ગર્ભગૃહના નિર્માણનું કામ શરૂ થયું. સીએમ યોગી આદિત્યનાથે ગર્ભગૃહના નિર્માણ માટે આધારશીલા રાખી. આ સાથે જ ૨૯મી મેથી શરૂ થયેલા સર્વદેવ અનુષ્ઠાનું પણ સમાપન થયું.
સીએમ યોગી આદિત્યનાથ હવે નિર્માણ સ્થળ પાસે બનેલા દ્રવિડ શૈલીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પણ સામેલ થવાના છે. અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે આજથી અધિરચનાનું કામ શરૂ થઈ રહ્યું છે. કામ પૂરા કરવા માટે ૩ તબક્કાની સમયમર્યાદા છે. ૨૦૨૧ સુધીમાં ગર્ભગૃહ, ૨૦૨૪ સુધીમાં મંદિર નિર્માણ અને ૨૦૨૫ સુધીમાં મંદિર પરિસરમાં મુખ્ય નિર્માણ થશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે છેલ્લા ૫૦૦ વર્ષથી દેશના સાધુ સંત રામ મંદિર આંદોલન ચલાવી રહ્યા હતા. આજે તે તમામ લોકોના હ્રદયને આનંદ થયો હશે. ગર્ભગૃહની આધારશિલા રાખી લીધી છે. ગોરખનાથ પીઠની ત્રણ પેઢી આ મંદિર આંદોલન સાથે જાેડાયેલી હતી.
વધુમાં કહ્યું કે આજથી શિલાઓ મૂકવાનું કામ શરૂ થઈ જશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અયોધ્યા ધામમાં તૈયાર થશે એ દિવસ હવે બહુ દુર નથી. આ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર હશે. તેમણે કહ્યું કે પીએમ મોદીનું સપનું સાકાર થઈ રહ્યું છે. સત્ય અને ન્યાયના રસ્તે વિજય મળે છે. બે વર્ષ પહેલા મંદિરનું પીએમ મોદીએ ભૂમિ પૂજન કર્યું હતું.HS1MS