ભાજપને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૭૭ કરોડ દાન પેટે મળ્યા
નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટીને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૭૭ કરોડ દાન પેટે મળ્યા છે.જ્યારે કોંગ્રેસને માત્ર ૭૪ કરોડ જ દાન પેટે મળ્યા છે. કોંગ્રેસને મળેલું દાન ભાજપના દાનના માત્ર ૧૫ ટકા જ છે. આ સાથે જ ભાજપને કોંગ્રેસ કરતા ૬ ગણું વધુ દાન મળ્યું છે.
BJP received 3 crore donations in the financial year 2020-21
જાે આ રીતે જાેવામાં આવે તો સત્તાધારી પક્ષ ભાજપ દેશની સૌથી ધનિક પાર્ટી રહી છે. ચૂંટણી પંચ દ્વારા બંને પક્ષો દ્વારા મળેલા દાન અંગેનો ફંડ રિપોર્ટ જાહેર કર્યો હતો.
અહેવાલ મુજબ, ભાજપને વિવિધ સંસ્થાઓ, ચૂંટણી ટ્રસ્ટ અને વ્યક્તિઓ પાસેથી ૪,૭૭.૫૪,૫૦,૦૭૭ રૂપિયા મળ્યા છે. આ વર્ષે માર્ચ મહિનામાં જ ભાજપે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં મળેલા દાનની વિગતો ચૂંટણી પંચને સુપરત કરી હતી.
બીજી તરફ કોંગ્રેસે આ રકમ ૭૪,૫૦,૪૯,૭૩૧ રૂપિયા બતાવી છે.દેશમાં સૈાથી ધનિક પાર્ટી હાલ ભાજપ છે, કોંગ્રેસને દાનમાં મળેવી રકમમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે, ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને દેશમાં તેમની ડામાડોળ સ્થિતિના લીધે તેમના દાનમાં પણ સીધી અસર જાેવા મળે છે.HS1MS