Western Times News

Gujarati News

મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ બિહારના બેગુસરાઈમાં કેસ નોંધવામાં આવ્યો

બેગુસરાય, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ધોની વિરુદ્ધ બિહારના બેગુસરાઈમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો પૈસાની છેતરપિંડી સાથે સંબંધિત છે.

A case was registered against Mahendra Singh Dhoni in Begusarai, Bihar

આ કેસમાં ધોની સિવાય ૭ અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસ ખાતર વેચનાર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે ૩૦ લાખનો ચેક બાઉન્સ થયો એટલે કેસ કરવો પડ્યો.

વાસ્તવમાં આ બે કંપનીઓ વચ્ચેનો વિવાદ છે. એક ખાતર કંપનીએ તેના ઉત્પાદનના વેચાણ માટે એસકે એન્ટરપ્રાઇઝ બેગુસરાય નામની એજન્સી સાથે જાેડાણ કર્યું હતું. કંપની વતી ખાતર એજન્સીને મોકલવામાં આવ્યું હતું પરંતુ ત્યાંથી માર્કેટિંગનો સહયોગ મળ્યો ન હતો.

આ પછી એજન્સીના માલિક નીરજ કુમાર નિરાલાએ કંપની પર અસહકારનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેના કારણે તેમને નુકસાન થયું છે.

એજન્સીએ ઉત્પાદન માટે કંપનીને ૩૬.૮૧ લાખ ચૂકવ્યા હતા. કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના કારણે માલ એજન્સીમાં ફસાઈ ગયો હતો. બાદમાં ફરિયાદ કરતાં કંપનીએ એજન્સીમાં ફસાયેલું ખાતર પરત લીધું હતું અને તેના બદલામાં ૩૦ લાખનો ચેક આપ્યો હતો. જ્યારે માલિકે બેંકમાં ચેક મોકલ્યો તો તે બાઉન્સ થયો. આ અંગેની માહિતી વારંવાર આપવા છતાં કંપનીના અધિકારીઓ કે પ્રતિનિધિઓએ ધ્યાન આપ્યું ન હતું.

ચેક બાઉન્સ થવા અંગે એજન્સી માલિકના એડવોકેટે કંપનીને લીગલ નોટિસ પણ મોકલી હતી, પરંતુ દુકાનદારને રાહત મળી ન હતી. થાકીને નીરજ કુમાર નિરાલા કોર્ટના આશ્રયમાં ગયો. આ મામલામાં નીરજ કુમાર નિરાલા વતી પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, કંપનીના સીઈઓ રાજેશ આર્ય, સ્ટેટ હેડ અજય કુમાર, માર્કેટિંગ હેડ અર્પિત દુબે, એમડી ઈમરાન ઝફર, માર્કેટિંગ મેનેજર વંદના આનંદ અને ડિરેક્ટર મહેન્દ્ર સિંહ સહિત ૭ લોકો સામે કેસ નોંધાયો હતો.

તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીએ આ પ્રોડક્ટની જાહેરાત કરી હતી. જેના કારણે નીરજ કુમાર નિરાલાએ પણ ધોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કોર્ટે આ મામલાને સ્વીકારી લીધો છે અને તેના પર આગામી સુનાવણી ૨૮ જૂને થશે. આ કેસમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આવવાને કારણે આ મામલો ચર્ચામાં છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.